Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 767
________________ ૭૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ આત્મસ્થિરતાના અખંડ આનંદમાં નિરંતર રહેવાય એવી ભાવના રહે છે. કષાયનોકષાયરૂપ ચારિત્રમોહ આત્મજ્ઞાનના પ્રભાવે મંદ પડ્યો હોવા છતાં આત્મસ્થિરતામાં તે વિઘ્નરૂપ હોવાથી તેને ક્ષીણ કરવા અર્થે - તેને નિર્મૂળ કરવા અર્થે આત્મજ્ઞાની નિરંતર ઉદ્યમી રહે છે. નિજજ્ઞાનના પ્રતાપે હવે તેમને ચારિત્રમોહનીયના ઉદયથી ઊઠતાં પરિણામ પોતાનાં નહીં પણ પારકાં લાગે છે અને ભેદજ્ઞાનની પ્રક્રિયા સતત ચાલુ રહેવાથી તે પરિણામ ઘટતી જતી સ્થિતિવાળાં હોય છે. આત્મજ્ઞાનના બળે મોહ ક્રમશઃ ક્ષીણ થાય છે, ઉદાસીનતા વર્ધમાન થાય છે, અપ્રમત્ત સંયમવાળી દશા પ્રાપ્ત થાય છે, ક્ષપક શ્રેણીએ આરૂઢ થવાથી મોહનો સંપૂર્ણ ક્ષય થતાં અન્ય ત્રણ ઘાતી કર્મોનો - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો પણ નાશ થઈ કેવળજ્ઞાન પ્રગટે છે અને ત્યારપછી અઘાતી કર્મોનો નાશ થતાં નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે અને સાદિ-અનંત કાળ સુધી અનંત સમાધિસુખ વેદાય છે. - નિર્વાણની પ્રાપ્તિ માટે મોહનો ક્ષય અનિવાર્ય છે. તે મોહ દર્શનમોહ વિશેષાર્થ શકાય અને ચારિત્રમોહ એમ બે પ્રકારે છે. દર્શનમોહ ગયા પહેલાં ચારિત્રમોહ નિર્મૂળ થઈ શકતો નથી. વૃક્ષનાં પાન, ડાળી, થડ ઇત્યાદિ કાપવા છતાં જો તેને મૂળમાંથી ઉખેડી નાંખવામાં ન આવે તો વૃક્ષ ફરી ફૂટી નીકળે છે; તેવી રીતે પાન, ડાળી કાપવારૂપ યમ, નિયમ ઇત્યાદિ કરવા છતાં જો આત્મજ્ઞાન વડે દર્શનમોહરૂપી મૂળનો નાશ કરવામાં ન આવે તો જન્મ-મરણાદિરૂપી સંસારવૃક્ષ વધતું જ રહે છે. યમનિયમાદિ સાધનો તો અનંત કાળમાં અનંત વાર કર્યા છે, પરંતુ જીવે સદ્બોધના ઉત્તમ શસ્ત્ર વડે તે સંસારવૃક્ષનો મૂળમાંથી નાશ કરવા પ્રયત્ન કર્યો નથી. નિર્વાણપદની પ્રાપ્તિ અર્થે ઉપયોગશૂન્ય અને ભાવરહિત બાહ્ય ક્રિયાકાંડ અનંત વાર કર્યા છે, પરંતુ તેથી તેનાં જન્મ-મરણનો અંત આવ્યો નથી. દર્શનમોહનો ક્ષય કર્યા વગર જન્મ-મરણની સાંકળ તૂટી શકતી નથી અને પરિણામે ભવભ્રમણ ચાલુ રહે છે. સંસારવૃક્ષનો ક્ષય કરવા ઇચ્છનાર આત્માર્થી જીવને સમજાય છે કે દર્શનમોહને જીતનાર આત્મજ્ઞાન, આત્મજ્ઞાની એવા સગુરુના આશ્રયે પ્રગટ થાય છે. અનાદિના વિપરીત અભિપ્રાયને સવળો કરવા માટે સદ્ગુરુનું શરણ અત્યંત આવશ્યક છે. આત્મદર્શનપૂર્વક વિચરતા એવા અચિંત્ય ચિંતામણિ સમાન જ્ઞાનીપુરુષનાં દર્શન, સમાગમ અને સબોધનું અપૂર્વ પ્રેમે આરાધન એ જ મોહને ક્ષય કરવાનો સદુપાય છે. સત્ની જિજ્ઞાસા અત્યંત વર્ધમાન થતાં તેને સમજાય છે કે મહાબળવાન મોહ પોતાની મેળે જીતી શકાય તેમ નથી. જેમણે મોહનો પરાજય કરી નિજજ્ઞાન પ્રગટ કર્યું છે અને ત્રણ લોકમાં સારરૂપ આત્મસુખ જેઓ આસ્વાદી રહ્યા છે, તેવા પ્રત્યક્ષ સદ્દગુરુનું શરણ એ જ મોહક્ષય કરવા માટે ઉત્તમ બળવાન નિમિત્ત છે. વિવેકી પુરુષ ઉપરની નિર્ભરતા એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790