________________
ગાથા - ૪૧
(અથો
અમી
ના નિકાલ
- ગાથા ૪૦માં કહ્યું હતું કે જ્યારે આત્મામાં તથારૂપ યોગ્યતા આવે છે ત્યારે ભૂમિકા
"] સદ્દગુરુબોધ શોભે છે, એટલે કે પરિણામ પામે છે અને તે બોધના આધારે સુખદાયક એવી સુવિચારણા પ્રગટે છે; અર્થાત્ જીવમાં પ્રથમ મુમુક્ષુતા ઉત્પન્ન થતાં સત્પાત્રતારૂપ ભૂમિકા તૈયાર થાય છે અને પછી તે સત્પાત્રતારૂપ ભૂમિકામાં સત્પરુષનાં પરમાર્થવચનોનું પરિણમન થતાં સુવિચારદશાનું પ્રગટવું થાય છે.
આમ, ગાથા ૪૦માં આત્માર્થી જીવમાં સુવિચારદશા કેવી રીતે પ્રગટે છે તે દર્શાવી, શ્રીમદ્ હવે ગાથા ૪૧માં સુવિચારદશાનું ફળ શું હોય છે, અર્થાત્ સુવિચારણા પ્રગટ્યા પછી શું થાય છે તે દર્શાવતાં કહે છે –
“જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; | ગાથા | - જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” (૪૧)
જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. (૪૧) સદ્ગુરુના ઉપદેશની સતત વિચારણાથી આત્માર્થી જીવ સસ્વરૂપની યથાર્થ
માન્યતા કરે છે. સસ્વરૂપની ખોજની અભીસા તીવ્ર થતાં દર્શનમોહનો રસ મંદ થાય છે અને અધ્યાત્મરસ અત્યંત વૃદ્ધિ પામે છે. આત્મપ્રાપ્તિની તીવ્ર રુચિના પ્રતાપે તે વિચારપૂર્વક ભેદજ્ઞાનનો પ્રયાસ ચાલુ કરે છે. વિભાવના નિષેધપૂર્વક તથા સ્વભાવનો આદર કરવારૂપ ભેદજ્ઞાનના અભ્યાસથી પરિણામના પ્રવાહની દિશા બદલાય છે. તેને આત્મતત્વનો અપૂર્વ મહિમા જાગે છે. વારંવાર પોતાના જ્ઞાનાનંદસ્વરૂપનો લક્ષ કરતાં સ્વરૂપનો રસ ઘૂંટાઈને ઘટ્ટ થતો જાય છે. આ સ્થિતિમાં સ્વભાવની અનન્ય રુચિ અપૂર્વ ભાવ સહિત પ્રગટ થાય છે અને દર્શનમોહનો ક્ષય થઈ નિજજ્ઞાન - આત્મજ્ઞાન પ્રગટે છે. આત્માર્થી જીવ આત્માનુભવી પુરુષનાં વચનના અવલંબને આત્મભાવનારૂપ આત્મલક્ષને એકાગ્રપણે નિરંતર આરાધીને પ્રત્યક્ષ આત્મદર્શન પામે છે.
આમ, દર્શનમોહ વ્યતીત થવાથી આત્માર્થી જીવને આત્મજ્ઞાન થાય છે અને દેહથી ભિન્ન કેવળ ચૈતન્યસ્વરૂપ પોતાના આત્મામાં વૃત્તિની સ્થિરતાથી, રમણતાથી તે સ્વાનુભવના અમૃતરસનો આનંદ આસ્વાદે છે. તેની મધુરતા મનમાં એવી તો વસી જાય છે કે તે અનુભવરૂપ અમૃતરસનો આસ્વાદ નિરંતર અભંગપણે સતત ચાલુ રહે અને એ
ભાવાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org