________________
ગાથા-૩૮
૬૮૫ સાચું સુખ નથી, તે તો માત્ર ઝાંઝવાના જળ જેવું છે. ખરેખર તો તે દુઃખનું જ પર્યાયાંતર છે. અજ્ઞાનથી મોહાંધ જીવોને તે સુખ ભાસે છે, પણ તે તો માત્ર સુખાભાસ છે. સાચું સુખ તો આત્મિક સુખ છે, જે સ્વાધીન અને શાશ્વત છે.
જીવે વિષયાદિમાં સુખબુદ્ધિ રાખીને પોતાનું ઘણું બગાડ્યું છે. તેણે ભવોભવ સર્વ વિષયસાધનોનો ભોગ કર્યો છે, પણ એના ફળમાં કેવળ દુ:ખ જ મળ્યું છે. તેણે અનંતી વાર વિષયભોગ ભોગવ્યા છતાં તે મોહમાં એવો મુગ્ધ બની જાય છે, ભોગની રુચિથી એવો લિપ્ત બની જાય છે કે તેને એમ લાગે છે કે આવા ભોગો તો મેં પૂર્વે ક્યારે પણ ભોગવ્યા જ નથી.' તે માને છે કે મેં ભોગને ભોગવ્યા', પરંતુ ખરેખર તો જીવ જ ભોગોથી ભોગવાઈ જાય છે.
આત્માર્થી જીવને તો ચિદાનંદ આત્માની અનુભૂતિ કરી તેમાં જ કરવું છે. જ્યાં ચૈતન્યસ્વરૂપી નંદનવનમાં અનંત શક્તિની સુગંધ મઘમઘે છે ત્યાં આનંદરસનું ભોજન છે. તે નંદનવનમાં જવા ઇચ્છનાર આત્માર્થીને ઇન્દ્રિયવિષયરૂપ અરણ્યમાં નથી ગમતું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જેમ ગાઢ નંદનવનનાં ચંદન વૃક્ષોની ઇચ્છાવાળા મનુષ્યને પર્વતની ભૂમિને વિષે રહેલા અન્ય વૃક્ષો ઉપર પ્રીતિ થતી નથી, તેમ મોક્ષની અભિલાષાવાળાને ચારે ગતિમાં રહેલા વિષયો ઉપર પણ પ્રીતિ થતી નથી. તે ભોગોપભોગયોગ્ય પદાર્થોમાં ઇન્દ્રિયરૂપી ઊંટને યથેચ્છ ચરવા દેતો નથી, કારણ કે તે ઊંટ વિષયરૂપ સમસ્ત ચારો ચરી તેને સંસારરૂપી ભયાનક રણમાં ભટકાવે છે. જેમ મહાસાગર જેટલાં પાણીથી પણ જેની તૃષા ન છિપાઈ, તેની તૃષા એક બિંદુથી સંતોષાતી નથી; તેમ આ જીવે સ્વર્ગાદિ ભોગ અનંત વાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નથી, તો આ એક માનવદેહના ભોગથી કદાપિ તૃપ્તિ થવાની નથી. તેથી આત્માર્થી નિશ્ચય કરે છે કે હવે આ સંસારથી બસ થાઓ! હવે મારે આ સંસાર ન જોઈએ.' સંસારની રુચિ છોડીને આત્માને ઝંખતા જીવને આત્મસ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
જેને સંસાર રાખવો હશે તેને આત્મા નહીં મળે. સંસારનો એક કણિયો પણ જેને ગમતો હશે - પુણ્યની કે સ્વર્ગની અલ્પ પણ જેને પ્રીતિ હશે, તે જીવ આત્મા તરફ નહીં વળી શકે. આનંદમૂર્તિ આત્મા મેળવવા માટે તો સંસારની રુચિ તોડવી ઘટે. ‘મારે હવે સ્વપ્નમાં પણ સંસાર નથી જોઈતો, એક સુખમય આત્મા સિવાય મારે કંઈ જોઈતું નથી' એવી ભાવનાવાળા આત્માર્થીને જ આત્માનું સુખ મળે છે. જેને ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૨, શ્લોક ૧૦૧
'विषयेषु रतिः शिवार्थिनो न गतिष्वस्ति किलाखिलास्वपि । घननन्दनचन्दनार्थिनो
fifભૂમિષ્યપરમેષ્યિવI’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org