Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 747
________________ ૭૦૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન ચીકણાં હતાં તે હવે ફીક્કાં પડે છે. આત્માર્થીને મિથ્યાત્વથી છૂટવા સિવાય બીજી કોઈ રુચિ હોતી નથી. પોતાના આત્માને ભવભ્રમણથી છોડાવીને પોતાનું કલ્યાણ કરવાની તેને ઉત્કટ લગની હોય છે. તેને પોતાના આત્માના દિવ્ય દર્શનના સાચેસાચા ગ્રાહક થવું હોવાથી તે પોતાના ત્રિકાળી સ્વરૂપ ઉપર મીટ માંડી આત્મા તરફ પગલાં ભરે છે, સત્પુરુષાર્થમાં રચ્યોપચ્યો રહે છે. પરંતુ જે સ્વરૂપનો ગ્રાહક નથી, જેને સંસારની પ્રીતિ છે તે સાધના માટે સમય નથી' આદિ વિવિધ બહાનાં આપે છે. સાધના માટે સમય નથી એ દર્શાવે છે કે આત્માના કલ્યાણ માટે સમય નથી. જેને આત્મકલ્યાણની ખેવના છે તેવો આત્માર્થી જીવ સમયાદિનું કોઈ બહાનું કાઢતો નથી. તે તો પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી સાધના કરે છે, તેમાં જ લાગેલો રહે છે. તે જાણે છે કે જો આ દુર્લભ મનુષ્યપણું ધર્મની આરાધના વિના વ્યતીત થયું તો તે મનુષ્યભવને હારી જવા બરાબર છે. સંયોગોની ક્ષણભંગુરતાનું ભાન થયું હોવાથી તે સંસારની જંજાળમાંથી શીઘ્ર છૂટવાનો પ્રયત્ન કરે છે. તે બીજાં બધાં કાર્યોની પ્રીતિ છોડીને આત્માના હિતનો ઉદ્યમ કરે છે. આત્માર્થી જીવ ‘પહેલાં બીજું કરી લઉં, પછી આત્માનું કરીશ' એવી મુદ્દત વચ્ચે નથી નાંખતો. વળી, તેને એમ પણ નથી હોતું કે અમુક દિવસોની મર્યાદામાં જ આત્મા સમજાય તો સમજવો છે, મને ઝાઝો વખત નથી.' જ્યાં રુચિ હોય ત્યાં કાળમર્યાદા હોય જ નહીં. જેને આત્માની રુચિ હોય તે આત્માના પ્રયત્ન માટે કાળની મુદ્દત બાંધતો નથી. જેમ ધનની પ્રીતિ હોય છે તે એમ મુદ્દત નથી બાંધતો કે અમુક કાળ સુધી જ હું ધન મેળવવાનો પ્રયત્ન કરીશ, અમુક વખતમાં પૈસા મળે તો જ કમાવા.' ત્યાં તો કાળની દરકાર કર્યા વિના પૈસા કમાવવા માટે દિવસ-રાત પ્રયત્ન કર્યા જ કરે છે અને એમાં ને એમાં આખી જિંદગી વ્યતીત કરે છે. તેમ જેને આત્માની રુચિ જાગે છે તે એમ મુદ્દત નથી બાંધતો કે અમુક વખત સુધી જ આત્માની આરાધનાનો પ્રયત્ન હું કરીશ.' તેનો તો દૃઢ નિશ્ચય હોય છે કે મારે તો આત્મા જોઈએ જ છે. હું તો આત્મા પ્રાપ્ત કરીને જ જંપીશ.' તે કાળની દરકાર કર્યા વિના નિરંતર પ્રયત્ન કર્યા જ કરે છે અને તેના ફળરૂપે તે અવશ્ય આત્માનુભવ કરે જ છે. આત્માની રુચિના અભ્યાસમાં જે કાળ જાય છે તે સફળ જ છે. જે જીવ હજી પરમાં ફેરફાર કરવાના ભાવમાં રોકાય તે પોતાના આત્મહિતનો પ્રયત્ન ક્યાંથી કરે? પરનાં કાર્યો કરવાની બુદ્ધિ તે પર તરફની રુચિ સૂચવે છે અને જ્યાં પ૨ તરફની રુચિ હોય છે ત્યાં સ્વભાવ તરફની બેદરકારી હોય છે. જેને સ્વભાવની સાચી દરકાર જાગે તેને પર તરફની રુચિ હોય જ નહીં. ‘અરે! મારા આત્માની દરકાર વિના અનંત કાળ વીતી ગયો છતાં મારા ભવભ્રમણનો આરો ન આવ્યો, માટે હવે તો મારો આત્મા આ ભવભ્રમણથી છૂટે એવો ઉપાય કરું', આમ જેને અંતરથી આત્માર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790