________________
७०८
ધર્મમાં દેઢતા રાખી પ્રાપ્ત અને વૈરાગ્યને વધારે છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
દુ:ખને ધૈર્યપૂર્વક વેદે છે, આર્ત્તધ્યાનથી ખિન્ન થતો નથી
વળી, આત્માર્થી જીવ ઉપશમને ધર્મનો સાર સમજતો હોવાથી જ્યાં પણ કષાયવાળું વાતાવરણ હોય ત્યાંથી તે દૂર રહે છે. તે સમજે છે કે કષાયના પરિણામે થતી ચિત્તની થોડી પણ ચંચળ અને મલિન અવસ્થા તેની આધ્યાત્મિક પ્રગતિમાં આડખીલીરૂપ બને છે. જ્યાં સુધી ચિત્ત કષાયથી રંજિત હોય ત્યાં સુધી તત્ત્વનું અવગાહન થઈ શકતું નથી. કષાયની મંદતા થઈ હોય તો જ આત્મવિચારણા થઈ શકે છે. તેથી તે અનાદિ કાળની વૃત્તિઓના શમનનો નિરંતર અભ્યાસ કરે છે. તે અપક્ષપાતપણે પોતાના દોષો જુએ છે અને સરળપણે તેને સ્વીકારે છે. તેને સ્વદોષરક્ષણના ભાવ થતા નથી, પરંતુ પોતાના દોષો પ્રત્યે નિંદાના તથા ધિક્કારના ભાવ થાય છે. થયેલ કષાયો માટે તે પશ્ચાત્તાપ કરે છે અને ફરી ન થાય તે માટે તેનાં પ્રત્યાખ્યાન લે છે. કષાયો ઉત્પન્ન થવાના કારણોની વિચારણા કરે છે અને ફરી ન થાય તેની જાગૃતિ સેવે છે. આ રીતે તે કષાયને શાંત કરે છે. કષાય મંદ થવાથી તેનાં પરિણામ પ્રશસ્ત રહે છે અને તેથી તે દૃઢતાપૂર્વક ધર્મકાર્ય કરી શકે છે. તેનાં પરિણામ શાંત અને ઉદાર થયા હોવાથી તેને સર્વ જીવોને શાંતિ પ્રદાન કરવાની ભાવના થાય છે. તેને અન્ય જીવોને દુ:ખ કે પીડા આપવાની વૃત્તિ થતી નથી. બીજાનું દિલ દુભાય એવી કડવી કે કઠોર ભાષા તે બોલતો નથી. શાંતિથી, મધુરતાથી, કોમળતાથી તે સત્ય અને હિતની વાત કરે છે. તન-મનધન વડે અન્ય જીવો પ્રતિ તે ઉપકાર કરે છે. આમ, વૈરાગ્ય-ઉપશમના દૃઢ અભ્યાસથી આત્માર્થી જીવમાં જાગૃતિ વૃદ્ધિ પામે છે. વૈરાગ્ય સુખાભાસ છોડાવી સત્સુખનો માર્ગ પકડાવે છે અને ઉપશમ દુઃખનાં કારણોને દૂર કરે છે.
આત્માર્થા જીવ આત્માનુભૂતિનું અમૃતપાન અતિશય દુર્લભ જાણી તેના પુરુષાર્થમાં સદા તત્પર રહે છે. તેને સ્વરૂપપ્રાપ્તિની અદમ્ય તાલાવેલી અને અથાગ ઉત્સાહ હોય છે. સ્વકાર્ય મુલતવી રાખવાનું તેની પ્રકૃતિમાં નથી હોતું, પરંતુ સ્વકાર્ય માટે તે હંમેશાં તત્પર હોય છે. સંસારના કોઈ પણ પદની પ્રાપ્તિની કામનાના અભાવપૂર્વક, પૂર્ણતાના સ્પષ્ટ લક્ષપૂર્વક, નિજપરમપદના અત્યંત મહિમાપૂર્વક તેને એકમાત્ર મુક્તિની ઇચ્છા અને તે માટેનો જ ઉદ્યમ હોય છે. તે પોતાનું સર્વસ્વ હોડમાં મૂકીને આત્મપ્રાપ્તિ માટે ઝંપલાવે છે. સંસારની કડાકૂટ છોડી, મોહને તોડીને વિજેતા બનવા કટિબદ્ધ થાય છે. તે અતીન્દ્રિય આનંદનો તીવ્ર ચાહક બને છે. હવે તેને ચૈતન્ય સિવાય બીજે કશે પણ રસ આવતો નથી. તેને એકમાત્ર આત્મપ્રાપ્તિનું જ ધ્યેય રહે છે. આત્માના અનુભવ માટે તેના અંતરમાં તાલાવેલી જાગે છે. અનાદિથી જે વિષય-કષાયોમાં પોતે મગ્ન હતો તેમાં હવે તેને જરા પણ રસ રહેતો નથી. સંસારના ક્લેશ-કોલાહલથી કંટાળેલી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org