________________
ગાથા-૪૦ ૭૧૧ બોધને વિષે જ પરમ પ્રેમે વર્તે છે. કિન્નર આદિ દેવોનાં ગાયનો સાંભળતાં ભોગીઓને જેટલી પ્રીતિ થાય છે, તેના કરતાં પણ અનંતગણી પ્રીતિ ઉપદેશ સાંભળતાં થાય છે, કારણ કે તેમાં રહેલા સામર્થ્યની તેને પ્રતીતિ હોય છે.૧ આવું થાય ત્યારે અને તો જ બોધ પરિણામ પામે છે, અન્યથા નહીં. પરમ પ્રેમ, અખંડ જાગૃતિ અને પ્રચંડ પુરુષાર્થથી તે જીવની અંતર્મુખતા વધતી જાય છે.
આ રીતે આત્માર્થી જીવ સદ્ગુરુ પાસેથી આત્મસ્વરૂપનો બોધ અંતરની જિજ્ઞાસાપૂર્વક સાંભળે છે. પ્રત્યક્ષ સદ્ગુરુના સમાગમમાં યોગને સ્થિર કરી, તે તીવ્ર રુચિપૂર્વક પોતાના ઉપયોગને સદ્ગુરુના બોધમાં જોડે છે. સદ્ગુરુ પ્રત્યેનો તેનો પ્રેમ દૃઢ થાય છે. સ્વભાવનો અહોભાવ જાગે છે, સાધનાનો સંકલ્પ દૃઢ થાય છે અને જાગૃતિ વર્ધમાન થાય છે; જેની સુંદર અસર બોધશ્રવણ સિવાયના બાકીના સમયગાળા ઉપર પણ પડે છે. તે બોધનું માહાત્મ્ય તેના હૈયામાં એવું વસી જાય છે કે જીવનની પ્રત્યેક પળમાં, દરેક વૃત્તિ-પ્રવૃત્તિમાં એ વણાઈ જાય છે. યોગની પ્રવૃત્તિને ઉદયાનુસાર ચાલવા દઈ તે ઉપયોગને વારંવાર સદ્ગુરુના બોધમાં જોડે છે. બોધથી મળેલ જાગૃતિના બળ વડે આ અભ્યાસ સતત ચાલુ રહે છે. તે બોધને વારંવાર રુચિપૂર્વક વાગોળે છે અને તેથી જેમ જેમ તે વિચાર કરે છે, તેમ તેમ અદ્ભુત ચમત્કારિક ચૈતન્યતત્ત્વ તેને લક્ષગત થાય છે તથા તેમાં જ વધારે ઊંડો ઊતરીને તેનાં ચિંતન-મનનમાં જ તે મગ્ન રહે છે.
સ્વ-૫૨નો અત્યંત ભેદ લક્ષમાં લઈ, રાગરહિત શુદ્ધ આત્મદ્રવ્ય કેવું હોય એ વિષે તે વિચારે છે. પહેલાં જે અશાંતિ અને આકુળતા હતી તે હવે આવી વિચારધારાથી કંઈક ઓછી થતાં તેના પુરુષાર્થને વેગ મળે છે. તે આકુળતા આપનાર શુભાશુભ ભાવોમાંથી ચિત્તને પાછું ખેંચીને ચૈતન્યમાં જોડવા મથે છે અને જેમ જેમ તે ચિત્તને ચૈતન્યમાં જોડવા મથે છે, તેમ તેમ તેની મૂંઝવણ ઘટતી જાય છે તથા આત્માનો ચિતાર તેને સ્પષ્ટ થતો જાય છે.
સદ્ગુરુના બોધને સૂક્ષ્મપણે વિચારતાં આત્માર્થા દૃઢ નિર્ણય કરે છે કે જડ-ચેતન તમામ દ્રવ્યો લક્ષણભેદથી જુદાં છે. જડ અને ચેતન બન્ને સ્વતંત્ર ભિન્ન દ્રવ્ય છે. મારું કાર્ય તો માત્ર જાણવાનું અને નિજપરિણામ કરવાનું છે. જગતના અન્ય પદાર્થો અને તે પદાર્થોનાં કાર્ય મારાં નથી, છતાં તેને મારાં માનું તો સ્વધર્મની મર્યાદા લોપાય અને મિથ્યાત્વરૂપી મહાપાપ થાય. અનાદિથી અજ્ઞાનવશ અન્ય પદાર્થો અને તેનાં પરિણમન પ્રત્યે અનેક પ્રકારના અભિપ્રાયો આપતો આવ્યો છું, એટલું જ નહીં ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગબિન્દુ', શ્લોક ૨૫૪
Jain Education International
'न किन्नरादिगेयादौ, शुश्रूषा भोगिनस्तथा । यथा जिनोक्तावस्येति हेतुसामर्थ्यभेदतः ।।'
For Private & Personal Use Only
-
www.jainelibrary.org