Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 757
________________ ૭૧૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્વજ્ઞતા, પ્રભુતા, વિભુતા, આનંદાદિ ગુણોના ભંડાર ભરેલા છે. અનંત શક્તિઓ તારા અંતરના ચૈતન્યદરબારમાં શોભી રહી છે. ત્યાં જ્ઞાન-દર્શનના દીવડા ઝગમગી રહ્યા છે, આનંદનાં તોરણ ઝૂલી રહ્યાં છે. અનંત શક્તિવાળા ચૈતન્યદરબારમાં પરભાવનો પ્રવેશ નથી. જેમાં કોઈ પરભાવ પ્રવેશી ન શકે એવા મજબૂત દરવાજા છે. જેમાં પગ જ પરમ શાંતિ અનુભવાય, જેના અવલોકનમાત્રથી આત્મા ન્યાલ થઈ જાય તેવા આ આનંદદાયક દરબારમાં સંતો અને સિદ્ધોનાં બેસણાં છે. આવા પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપને ઓળખ, પામ. અંતરથી હકાર લાવ કે હું આનંદકંદ છું, હું પૂર્ણાનંદી છું, હું પરમાનંદી છું, હું નિત્યાનંદી છું, હું નિર્મળાનંદી છું, હું સ્વરૂપાનંદી છું, હું અખંડાનંદી છું, હું સહજાનંદી છું, હું સચ્ચિદાનંદી છું, હું સત્યાનંદી છું, હું તત્ત્વાનંદી છું, હું શ્રદ્ધાનંદી છું, હું જ્ઞાનાનંદી છું, હું ચારિત્રાનંદી છું. તારાં અનંત નિધાન તારા માટે અકબંધ પડ્યાં છે. ક્ષણિક ક્લેશિત પરિણામથી તે ઢંકાઈ ગયાં છે. અનાદિથી દેહાદિમાં સ્વાત્મબુદ્ધિ આદિ મિથ્યા માન્યતાના કારણે તારી પર્યાયમાં સદૈવ મલિનતા અને અપૂર્ણતા રહી છે. ત્યાં હવે શુદ્ધાત્માના આશ્રયે નિર્મળતાની અને પૂર્ણતાની રચના કર. તારું અનાદિનું નપુંસકપણું ટાળી સાચું પૌરુષ પ્રગટાવ. જે પળે પળે પર્યાયમાં વિભાવની જ રચના કરે છે, પોતાનું સ્વાધીન સામર્થ્ય વિસારી પરની આધીનતા સ્વીકારે છે એ તો નપુંસક છે. શુદ્ધ, પરિપૂર્ણ, ત્રિકાળી, ધ્રુવ જ્ઞાયકસ્વભાવના આશ્રય વડે જે સમયે સમયે નિજપર્યાયમાં આત્મપ્રભુની પ્રતિષ્ઠા કરે છે તે પુરુષાર્થનંત જ સાચો પુરુષ છે. હે ભવ્ય નિજપરમાત્માનું અવલંબન લઈ સાચો પુરુષ બન. અનાદિ કાળથી એક સમયની ઊંધાઈમાં તું અટક્યો છે. હવે શુદ્ધાત્માનો આશ્રય કર, તો તારું અનંત સુખ તારી પર્યાયમાં શીઘ્રતાથી ઊછળી આવશે.' આત્મકલ્યાણની ઉત્કટ ભાવના ભાવવાથી જેનો દર્શનમોહ મંદ થયો છે તેવા આત્માર્થી જીવને તેના મહત્પષ્યના યોગથી જ્યારે સજીવનમૂર્તિ સદ્ગુરુ દ્વારા શ્રુતસાગરના નિચોડરૂપ બોધ પ્રાપ્ત થાય છે, ત્યારે તે આસન્નભવ્ય જીવ તે બોધ પ્રત્યે એકલક્ષપણે, એકધ્યાનપણે, એકલયપણે વર્તે છે. જેમ મોરલીનો નાદ સાંભળતાં જ સાપ આનંદથી ડોલી ઊઠે છે, તેમ પોતાના આત્માના અનંત ગુણોનો મહિમા સાંભળીને આત્માર્થી જીવ આનંદથી નાચી ઊઠે છે. પોતે પૂર્ણ છે, શુદ્ધ છે, આનંદસ્વરૂપ છે એવો પોતાનો મહિમા તે હોંશથી સાંભળે છે. ગુરુના બોધનો વિશ્વાસ લાવી, અંતરમાં હકાર ઘૂંટીને કહે છે કે “એ પૂર્ણ સ્વભાવ સિવાય મને બીજું કંઈ જોઈતું નથી.” સદ્ગુરુના બોધથી તેને અપૂર્વ જાગૃતિ ઉત્પન્ન થતાં ઉત્તરોત્તર ચડતી ભાવશ્રેણીનો તે અનુભવ કરે છે. બોધથી પોતાને અનંત લાભ થયો છે એમ ભાસવાથી તેને બોધનો અપૂર્વ મહિમા પ્રગટે છે. આ વચનામૃત મારાં અનાદિનાં દારુણ દુ:ખનો અંત લાવવાને સમર્થ છે' એમ તે અપૂર્વ શ્રદ્ધાપૂર્વક માની, અન્ય સર્વ વૃત્તિમાંથી મનને ખેંચી લઈ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790