________________
૭૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વગેરે સર્વને આવરી લેવાં, કારણ કે આ બધી પ્રક્રિયાઓ ઓછાવત્તા અંશે આત્મતત્ત્વનું અનુસંધાન કરવામાં મદદરૂપ છે. આત્માર્થા જીવ સદ્ગુરુ પાસે શુદ્ધાત્મસ્વરૂપના બોધનું શ્રવણ કરી, અંતર્તૃત્તિ સહિત તેનું અનુપ્રેક્ષણ અને પરિશીલન કરી નિશ્ચલપણે આત્મસ્વરૂપની પકડ કરે છે. દેહાદિથી ભિન્ન અને સર્વોત્કૃષ્ટ એવા શુદ્ધાત્માનો અનુભવ કરી, અતીન્દ્રિય અને સ્વાભાવિક એવા આત્મિક સુખમાં તે લીન થાય છે. આમ, સુવિચારની શ્રેણીએ ચઢવાથી જીવ અન્ય પરિચયથી પાછો વળે છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરે છે.
વિશેષાર્થ
અધ્યાત્મજીવનની પરમ પ્રકર્ષતા આત્માનુભૂતિ વિના ઉદ્ભવી શકતી નથી. આત્મસાક્ષાત્કાર એ અધ્યાત્મજીવનરૂપી મંદિરનો કળશ છે, તો આત્મવિચાર તે મંદિરનું શિખર છે. આત્મવિચાર વિના આત્માનુભૂતિ સંભવિત નથી. સુખદાયક ફળ આપનાર આત્મવિચારણાની યથાવિધિ સાધના કરવા માટે સાધકમાં તથારૂપ યોગ્યતા આવશ્યક છે. તથારૂપ યોગ્યતાના અભાવમાં જ્ઞાનીપુરુષના અત્યંત દુર્લભ બોધને શ્રવણ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવા છતાં તેનું જીવને માહાત્મ્ય લાગતું નથી. પાત્રતા વિના જીવે અનેકવાર જ્ઞાનીપુરુષનાં વચનો શ્રવણ કર્યાં છે, તેને મુખપાઠ પણ કર્યાં છે, પણ તેનો વિચાર કર્યો નથી. અનેક વાર જ્ઞાનીપુરુષનો ઉપદેશ સાંભળ્યો છે, પણ આ જીવે તેને યથાયોગ્યપણે ગ્રહણ કર્યો નથી, તે પ્રત્યે લક્ષ જ કર્યું નથી. જ્ઞાનીના બોધ પ્રત્યે જીવનું લક્ષ નહીં થવાથી જ્ઞાનીનાં વચનો તેના હૃદયને સ્પર્ધાં નથી, અંતરમાં ઊતર્યાં નથી. વૈરાગ્ય-ઉપશમ વડે જ્યાં સુધી ચિત્ત આર્દ્ર ન થાય ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનોનું માહાત્મ્ય લાગતું નથી અને ત્યાં સુધી જ્ઞાનીપુરુષની અમૃતવાણી અંતઃપ્રવેશ પામતી નથી. વૈરાગ્ય અને ઉપશમયુક્ત ચિત્ત હોય તો જ સદ્ગુરુનો બોધ પરિણામ પામે છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે
‘સદ્ગુરુબોધની બોધામૃતધારા શિષ્યમાં ઉપદેશામૃતધારા જો બોધપરિણામરૂપ ફળ પામ્યા વિના નિષ્ફળ વહી જાય તો શોભે નહીં. બરડ ભૂમિ પરથી લાખો કરોડો ટન પાણી અંતઃપ્રવેશ વિના નિરર્થક નકામું વહી જાય તો શું કામનું? ભૂમિને આર્દ્ર કરી ભૂમિમાં અંતઃપ્રવેશ કરી વાવેલા બીજને અંકુરિત કરવાપણે પરિણમે તો જ કામનું; તેમ સદ્ગુરુબોધની અમૃતધારા નિષ્ફળ વહી જાય તો શું કામનું? ચિત્તભૂમિને આર્દ્ર કરી અંતઃપ્રવેશ કરી યોગબીજને અંકુરિત કરે તો જ કામનું. ઉક્ત ગુણસંપન્ન યથાયોગ્ય સત્પાત્ર ધર્મરુચિ જીવની ચિત્તભૂમિમાં સ્થિર રહી આત્મપરિણામી થાય તે જ યોગ્ય ને તે જ શોભે.’૧
.....
-
જીવમાં આત્માર્થીના ગુણો પ્રગટ્યા હોય તો જ સદ્ગુરુના બોધનું પરિણમન થાય ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org