Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
६८४
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન કરતાં કરતાં હું અનંત દુઃખ પામ્યો છું. ભીષણ નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, અરે! દેવ ગતિમાં અને મનુષ્ય ગતિમાં પણ હું તીવ્ર દુઃખને પ્રાપ્ત થયો છું. દારુણ અસહ્ય દુ:ખ મેં ચિરકાળ સહ્યાં છે. શારીરિક અને માનસિક દુ:ખોને મેં વારંવાર અનુભવ્યાં છે. જન્મ-જન્માંતરમાં અનેક જનનીઓના અશુચિમય, મલમલિન ગર્ભમાં હું અનંત વાર વસ્યો છું. સમુદ્રના પાણી કરતાં પણ વધુ ધાવણ હું ધાવ્યો છું. મેરુપર્વત કરતાં પણ વધારે મોટો ઢગલો થાય તેટલા મારા કેશ-નખ વગેરે કપાયા છે. આ ત્રિભુવન મધ્યે મેં સર્વ સ્થાનમાં વારંવાર ગમનાગમન કર્યું છે. સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો મેં અનેક વાર ર્યા છે. ચૌદ રાજલોકમાં રહેલાં સર્વ પુદ્ગલો મેં ફરી ફરી રહ્યાં છે અને મૂક્યાં છે. સુધાથી પીડિત થઈને જગતની આ એઠ મેં વારંવાર હોંશે હોંશે ખાધી હોવા છતાં હું તૃપ્તિ પામ્યો નથી! તૃષાથી પીડિત થઈને મેં ત્રણે ભુવનનું પાણી પીધું છે, તોપણ મારી તૃષાનો છેદ હજુ થયો નથી!' આમ, ભવનિર્વેદ પામેલો તે મુમુક્ષુ પોતાને જાગૃત કરે છે કે હે જીવ! હવે તો તું વિરામ પામ! વિરામ પામ! વિશ્વની જે જે વસ્તુઓમાં તું વહાલપ કરે છે, તે સઘળી વસ્તુઓનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ બોધરૂપી પ્રકાશમાં નિહાળ. આ ભવમાં તને સગુરુના બોધનો સુયોગ સાંપડ્યો છે તો તેની શ્રદ્ધા કરીને નિજાત્મામાં અહંપણું સ્થાપ. તું જેમાં જેમાં અહં-મમબુદ્ધિ કરે છે તે સર્વ સંબંધ ક્ષણભંગુર છે, તો એમાં પ્રેમબંધનની સાંકળે શીદને બંધાઈ રહ્યો છે? શરીર, વૈભવ, લક્ષ્મી, પત્ની, પરિવારાદિ સર્વે ચપળ છે, વિનાશી છે; તું અખંડ છે, અવિનાશી છે, માટે સર્વ પરસંયોગના મોહને પરિહરી તારા નિત્ય શાશ્વત ધ્રુવ સ્વરૂપને અંગીકાર કર.'
જેમ સૂર્યના તાપથી તપેલો કોઈ મૂઢ મનુષ્ય તે તાપ દૂર કરવા માટે અને શાંતિ લેવા માટે અગ્નિથી બળતા એવા ઊંચા વાંસની છાયામાં બેસી તે તાપ દૂર કરવા ઇચ્છે, તેમ અજ્ઞાની પ્રાણી વિષયતૃષ્ણાને વશ થઈ, અભીષ્ટ ભોગોપભોગની વસ્તુઓ મેળવીને સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. જેમ વાંસનું ઝાડ ઊંચું હોવાથી તેની છાયા નહીંવત્ પડે છે, એટલે તે છાયા તેને સૂર્યતાપથી બચાવી શકતી નથી. પરંતુ એ વાંસ બળતો હોવાના કારણે તેનો આશ્રય લેવાથી તે દઝાડે છે. તેમ તૃષ્ણારૂપ તાપને શાંત કરવાની ઇચ્છાવાળો જીવ ઇષ્ટ સામગ્રીના સંચય માટે પ્રવૃત્ત થાય છે. વળી, તૃષ્ણાનો સ્વભાવ જ એવો છે કે જેમ જેમ જીવ તેને આધીન થાય છે, તેમ તેમ તે ઉત્તરોત્તર વધતી જ જાય છે, પરંતુ નથી તે નાશ થતી કે નથી તે ઓછી થતી. કદાચ એવું બને કે સમુદ્ર નદીઓથી સંતોષાઈ જાય, પરંતુ તૃષ્ણા કદાપિ ભોગ ભોગવવાથી તૃપ્ત થતી નથી. એક તૃષ્ણા શમે, ન શમે ત્યાં બીજી તૃષ્ણા જાગે છે. ઇચ્છાની તૃપ્તિ કદી થતી નથી અને તેથી વ્યાકુળતા અવિરતપણે વેદાતી રહે છે. તેથી એ નિશ્ચિત છે કે સુખનું કારણ અભીષ્ટ વિષયોની પ્રાપ્તિ નથી, પણ તેનો પરિત્યાગ જ છે. વિષયોની પ્રાપ્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org