________________
૬૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પ્રગટે છે. તેને સંસારી પ્રસંગ અને પ્રકારમાં વહાલપ લાગતી નથી, પરંતુ મૂંઝવણ થાય છે, જેથી તે સર્વમાંથી છૂટવાની વૃત્તિ તેને સહજ જ થઈ આવે છે. તે મોહાસક્તિનાં પરિણામથી મૂઝાતો હોવાથી છૂટવાના તાત્કાલિક પ્રયત્ન કરે છે. તે એકમાત્ર મોક્ષને વિષે જ યત્ન કરે છે. જો મોક્ષપ્રયત્ન સાથે સંસારના પ્રયત્નો પણ ચાલ હોય તો તે મોક્ષપ્રયત્નો નિષ્ફળ જાય છે. સંસારનાં કાર્યો કરવાં પડે એ એક વાત છે અને એમાં ઉત્સાહ આવે એ રીતે કરવાં એ બીજી વાત છે. મુમુક્ષુ એ છે કે જેને સંસારનાં કાર્યો કરવાં નથી, પરંતુ કરવાં પડે તો તે ખેદ સહિત કરે છે. સંસારનાં કાર્યો કરતો હોવા છતાં તેને સંસારભાવમાં મીઠાશ નથી પ્રવર્તતી અને મોક્ષપ્રાપ્તિ એ જ એકમાત્ર લક્ષ અને ઇચ્છા હોય છે. સંસારનાં કાર્યો કરતાં જ્યાં જ્યાં સંસારરસ પકડાય, ત્યાં ત્યાં તે સંસારરસથી છૂટવાનો પુરુષાર્થ નિરંતર કરતો રહે છે. આમ, મુમુક્ષુ દરેક કાર્યમાં એક મોક્ષને વિષે જ યત્ન કરે છે. મુમુક્ષુતાથી આગળની દશા તીવ્ર મુમુક્ષુતા છે. તીવ્ર મુમુક્ષુતા એટલે નિરંતર મોક્ષના માર્ગમાં અનન્ય પ્રેમે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષુને એક ક્ષણ પણ નકામી ન જાય એવો ઉલ્લાસભાવ હોય છે. તેને મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં અત્યંત રુચિ હોય છે. તે ધર્મપ્રવૃત્તિ પરાણે કરતો નથી, પણ અનંત આત્મલાભની કમાણી થાય છે એમ જાણી તેવાં કાર્ય કરવામાં ઉત્સાહી રહે છે.
આવી મુમુક્ષુતા અત્યંત દુર્લભ છે. મોક્ષ તો દુર્લભ છે, પણ મુમુક્ષુતા પણ ખૂબ દુર્લભ છે. શ્રીમદે પ્રસ્તુત શાસ્ત્રમાં કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને પ્રાણીદયા - આ ગુણો વડે મુમુક્ષુતાનું નિરૂપણ કર્યું છે. જીવમાં આ ગુણો પ્રગટ્યા હોય તો જ તે મોક્ષમાર્ગ પામી શકે છે.
કષાયનું મુક્તિપથમાં કોઈ સ્થાન નથી. જીવે પ્રયત્નપૂર્વક પોતાના ચિત્તને દુષ્ટ કષાયથી મુક્ત કરવું જોઈએ કે જેથી શાંતિ અને સમતાની સિદ્ધિ થાય. આત્માથી જીવ અશાંતિવર્ધક કષાયોને તિલાંજલિ આપીને ઉપશમનો અભ્યાસ કરે છે. તે ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાથી મુક્ત થઈ કપાયભાવનો હ્રાસ કરવાનો પ્રયત્ન કરે છે. તેને કપાયભાવમાં રહેવું ગમતું નથી, તેથી કષાયનાં નિમિત્તોથી દૂર રહેવાની કોશિશ કરે છે. કષાયનો ઉદ્રક થાય કે તરત વિચારપૂર્વક તેને શાંત કરે છે. તેને કષાયો થાય છે, પણ તે મંદ હોય છે. જાગૃતિના કારણે કષાયની તીવ્રતામાં અને કાળમાં ફરક પડી જાય છે. તેના ભાવે બહિર્મુખ થતાં અટકતા જાય છે, મનના મૂળ દૂષિત સંસ્કારોનું આમૂલ પરિવર્તન થતું જાય છે અને ચિત્તસ્થિરતા સધાય છે. પરંતુ જો કષાયોને ઉપશમાવવામાં ન આવે તો ચિત્ત ચંચળ રહે છે, આકુળતા ટળતી નથી અને જીવ અનેકવિધ સંકલ્પ-વિકલ્પની જાળમાં ફસાયેલો રહે છે. કષાયના દઢ સંસ્કારો દોષિત પ્રવૃત્તિઓને પ્રેરણા આપ્યા કરે છે. કષાયથી મલિન એવું મન પવિત્ર વસ્તુને સ્વીકારી શકતું નથી. તેથી જ્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org