________________
૬૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આમ, તથારૂપ આત્માર્થીલક્ષણસંપન્ન દશા આવ્યા વિના મોક્ષમાર્ગની પ્રાપ્તિ ત્રણે કાળમાં સંભવતી નથી અને ત્યાં સુધી ભ્રાંતિરૂપ અંતરરોગ ટળી આત્મજ્ઞાનરૂપ આરોગ્યની પ્રાપ્તિ થતી નથી, અર્થાત્ જ્યાં સુધી મુમુક્ષુદશાને અનુકૂળ એવી અંતરંગ પરિણતિ પ્રગટી ન હોય ત્યાં સુધી મિથ્યાત્વ ટળતું નથી.
2 જીવ અનેક પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિઓ કરતો હોવા છતાં આત્મશુદ્ધિ થવાને વિશેષાર્થ
RJ બદલે સંસારવૃદ્ધિ શા માટે થાય છે? આ પ્રશ્નના સંદર્ભમાં વિચારતાં એમ સ્પષ્ટપણે જણાય છે કે ધર્મપ્રવૃત્તિ પણ યથાર્થ પ્રકારે કરવી ઘટે છે. અનંત કાળના પરિભ્રમણમાં અનંત વાર જપ, તપ આદિ કર્યા, પણ તે સ્વરૂપલક્ષે થયાં નહીં. ધર્મક્ષેત્રે આ મહત્ત્વના વિષય પ્રત્યે પ્રાય: અજાણપણું હોવાથી શાસ્ત્રજ્ઞાન મેળવીને, તેમજ તપત્યાગાદિ કરીને પણ સમ્યક્ માર્ગની પ્રાપ્તિ થઈ નહીં. આત્મલક્ષના અભાવે તે કાર્યકારી થયાં નહીં. માટીમાં જો ચુનાનો ભાગ આવી ગયો હોય તો તે માટીમાંથી બનાવેલાં વાસણને કુંભાર જ્યારે નીંભાડામાં નાખે (અગ્નિમાં પકવે) ત્યારે એક પણ વાસણ સાજું રહેતું નથી; તેમ ધર્મક્રિયાઓમાં જ્યાં સુધી સાંસારિક લક્ષ હોય, અર્થાત્ સ્વરૂપલક્ષે પુરુષાર્થ ન થાય ત્યાં સુધી પરમાર્થપ્રાપ્તિ અંગેનો એક પણ પ્રયત્ન સફળ નીવડતો નથી. આત્મલક્ષપૂર્વકના પ્રયત્નો જ સાર્થક નીવડે છે.
ધર્મ કરવા ઇચ્છતા સર્વ કોઈ જીવે પ્રથમ પોતાનું અંતઃકરણ તપાસવું જરૂરી છે. જ્યાં સુધી આત્મલક્ષ બાંધવામાં ન આવે ત્યાં સુધી કરવામાં આવતી કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં યથાર્થતા આવતી નથી, પરિણામે તે નિષ્ફળ નીવડે છે. જે જીવને જન્મમરણના ચક્રથી છૂટવું છે, તેને જ આત્મલક્ષ બંધાય છે. મોહના પ્રસંગમાં જેને મીઠાશ લાગતી નથી, બલ્ક મૂંઝવણ થાય છે અને મોહાસક્તિથી મુક્ત થવાનો જેને અભિપ્રાય થયો છે તેને જ આત્મલક્ષ બંધાય છે. શ્રીમદ્ લખે છે –
પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા' ઉત્પન્ન ન જ હોય, અથવા “મુમુક્ષુતા' જ ઉત્પન્ન ન હોય.
ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ “મુમુક્ષુતા' નથી.
મુમુક્ષતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષ'ને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૮૮ (પત્રાંક-૨૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org