Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 736
________________ ગાથા-૩૮ ૬૮૯ પામે છે.૧ સમ્યગ્દર્શનનાં આ લક્ષણો શ્રીમદે પ્રસ્તુત ગાથામાં ગર્ભિતપણે બતાવ્યાં છે. ‘શમ’ એટલે ઉપશમભાવ. વિષય-કષાયની વૃત્તિઓ શાંત થઈ જવી એ જ કષાયની ઉપશાંતતા'. ‘સંવેગ' એટલે મોક્ષ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં અદમ્ય ઉત્સાહ. મોક્ષપદની સાધના સિવાય બીજી કોઈ પણ પ્રકારની સંસારની અભિલાષા ન હોવી એ જ માત્ર મોક્ષ અભિલાષ’. ‘નિર્વેદ' એટલે ક્લેશમય સંસારથી વિરામ પામવાના ભાવ. આ સંસારથી થાકી જવું, કંટાળવું તે જ ‘ભવે ખેદ’. ‘અનુકંપા' એટલે સર્વ જીવ પ્રત્યે અનુગ્રહબુદ્ધિરૂપ મૈત્રીભાવ અથવા દુઃખમય બંધનગ્રસ્ત આત્મા માટે કરુણાભાવ. સર્વ જીવ પ્રત્યે દયાભાવ તે જ ‘પ્રાણીદયા'. આમ, આ ચાર લક્ષણો શ્રીમદે પ્રસ્તુત ગાથામાં ગૂંથી લીધાં છે. આ ચાર લક્ષણો આત્મા જીવમાં અવશ્ય સંભવે છે. તે ગુણો વિના આત્માર્થીપણું હોવું સંભવે નહીં. સમ્યગ્દર્શનનાં લક્ષણો પૈકી છેલ્લો પાંચમો ગુણ‘આસ્થા' અથવા ‘આસ્તિક્ય' છે. તે ગુણ શ્રી સદ્ગુરુનો કલ્યાણકારી સમાગમ થતાં, તેમનો પવિત્ર પરિચય વધારતાં, તેમની અપૂર્વ વાણીનું શ્રવણ કરતાં તેમજ તેમનાં વચનોનો આશય વિચારતાં પ્રગટે છે અને ત્યારપછી જીવને આત્માની પ્રાપ્તિ થાય છે. આમ, આ ગાથામાં શ્રીમદે સમ્યગ્દર્શનનાં લક્ષણો ખૂબીપૂર્વક વણી લીધાં છે. આ ગાથામાં આપેલો બોધ શાસ્ત્ર અનુસાર છે. તેનાથી કાંઈ જુદું નથી, ન્યૂનાધિક નથી. શાસ્ત્રની ગહન વાત લોકભોગ્ય અને સરળ રીતે રજૂ કરવી એ જ શ્રીમદ્દ્ની વિશિષ્ટ શૈલી છે. શ્રીમદે દર્શાવેલાં આ લક્ષણોની મહત્તા દર્શાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે ‘આ પંચ લક્ષણ પૈકીના પ્રથમના ચાર કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા' એ જ્યાં હોય ‘ત્યાં આત્માર્થ નિવાસ.' હોય છે, એ આત્માર્થની યોગ્યતા માટેના ચાર આત્માર્થી-લક્ષણ અત્રે સ્પષ્ટ ઉપદેશ્યાં છે; આ જ વસ્તુ મુમુક્ષુ માટે અતીવ ઉપયોગી હોવાથી અત્ર આત્મસિદ્ધિશાસ્ત્રમાં ડિંડિમનાદથી એકાંત ત્રણ વાર ઉદ્ઘોષી છે. ઉપરની ગાથામાં સર્વ સાધન એક આત્માના લક્ષે જ - આત્માર્થે જ સેવવાનો ઉત્તમોત્તમ ઉપદેશ શાસ્ત્રકારે પ્રકાશ્યો અને આ આત્માર્થ જેવી ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરવા કેવી ઉત્તમ યોગ્યતા - પાત્રતા પામવી જોઈએ તે અત્રે પ્રકાશ્યું છે. કારણકે ‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન' એ શ્રીમદ્ના જ અમર સુભાષિત પ્રમાણે આત્મજ્ઞાન પામવા માટે અને રહેવા માટે સત્પાત્રતા પ્રાપ્ત ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૫૮ ' शमसंवेगनिर्वेदानुकंपाभिः परिष्कृतम् । दधतामेतदच्छिन्नं सम्यक्त्वं स्थिरतां व्रजेत् ।। ' આ સંદર્ભમાં જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પત્રાંક ૧૩૫, ૧૪૩, ૩૮૦, ૬૫૨ Jain Education International - For Private & Personal Use Only – www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790