Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૮
૬૮૭ દ્રવ્ય અનુકંપા.૧
આમ, જગતના દુ:ખાર્ત જીવોને દુઃખમાં રિબાતા જોઈ અંતરમાં તેમના પ્રત્યે અનુકંપા - દયાની લાગણી જે અનુભવતો હોય તે પરજીવને દુ:ખ કેમ આપી શકે? તેને પીડા કેમ ઉપજાવી શકે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ જે દૂભવવા ઇચ્છે નહીં તે નાના કે મોટા કોઈ પણ જીવને કેમ હણી શકે? તે તો હંમેશાં કોઈ પણ જીવની મનવચન-કાયાથી થતી હિંસાથી જેમ બને તેમ દૂર જ રહે છે, એટલું જ નહીં પણ સર્વ પ્રયત્નથી તેની રક્ષામાં પ્રવર્તે છે.
જીવરક્ષાના પરિણામરૂપ દયા જીવમાત્ર પ્રત્યે કરુણા, સહાનુભૂતિ અને પ્રેમ તથા આત્મીયતાના ભાવમાંથી પ્રગટે છે, તે સ્વાર્થ કે ભયમાંથી ઉદ્ભવતી નથી. આ તથ્યને એક ઉદાહરણ વડે સમજીએ. રસ્તે ચાલતાં જીવજંતુ પગ નીચે કચડાઈ ન જાય તેની કાળજી રાખવાની પાછળ જો એવો વિચાર હોય કે “મારી જો સહેજ ગફલત થશે તો બિચારા કોઈ નિર્દોષ જીવજંતુના રામ રમી જશે કે એને પીડા થશે અને પીડા તો જેમ મને ઇષ્ટ નથી તેમ એને પણ ઇષ્ટ ન હોય'. જો આ ભાવ વ્યક્ત કે અવ્યક્તપણે અંતરમાં રહેતો હોય તો એ પ્રવૃત્તિને જ્ઞાનીઓ દયાધર્મમાં સ્થાન આપે છે, પણ જીવરક્ષાની આ સાવધાનીના મૂળમાં જો એ વિચાર હોય કે “કીડી મરી જશે તો મને કર્મબંધ થશે અને તેથી ભવિષ્યમાં હું દુઃખી થઈશ', તો જ્ઞાની અને મુક્તિસાધક ધર્મ તરીકે સ્વીકારતા નથી. જીવરક્ષાની આ કાળજી દયાધર્મ હોવાનો આભાસ જરૂર જન્માવે છે, પણ એ પરમાર્થથી ધર્મસ્વરૂપ નથી. જીવહિંસાનું પાપ કરવા બદલ આ ભવમાં કે બીજા ભવોમાં કેવાં કેવાં દુઃખ સહન કરવો પડશે એ બીકથી થતી જીવરક્ષા વાસ્તવિક દયા નથી. જીવરક્ષાની કાળજી અને ઠેકાણે સરખી હોવા છતાં જ્યાં તે કાળજી આત્મતુલ્ય દષ્ટિ કે કરુણાથી પ્રેરિત નથી, પણ કેવળ ભાવિ સ્વદુ:ખ ટાળવા માટે હોય છે, ત્યાં કાળજીના પાયામાં અનિષ્ટ યોગની ચિંતા મુખ્ય હોવાથી તેનો સમાવેશ આર્તધ્યાનમાં થાય છે. અહિંસાના પાલન પાછળ અનિષ્ટ વિષયનાં ત્યાગ, હાનિ, પરિવર્તન સંબંધી કે ઇષ્ટ વિષયનાં પ્રાપ્તિ, અભિવૃદ્ધિ કે સંરક્ષણ સંબંધી ચિંતા હોય તો તે આર્તધ્યાન છે, દયા નથી. સૂક્ષ્મ જીવોની અહિંસા જો આત્માર્થે ન હોય, પણ માત્ર ઓઘસંજ્ઞાથી, લોકસંજ્ઞાથી, ઈહલોકનાં સુખોની ઇચ્છાથી, સ્વર્ગાદિના પ્રલોભનથી, નરકાદિના ભયથી, સજા ટાળવા ખાતર, બીજાના દબાણથી, આગ્રહથી, ખાલી ઔપચારિકતાને ૧- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, યોગશાસ્ત્ર', પ્રકાશ ૨, શ્લોક ૧૫ની ટીકા
'अनुकम्पा दुःखितेषु अपक्षपातेन दुःखप्रहाणेच्छा । पक्षपातेन तु करुणा स्वपुत्रादौ व्याघ्रादीनामप्यस्त्येव । सा चानुकम्पा द्रव्यतो भावतश्च भवति । द्रव्यतः सत्यां शक्तौ दुःखप्रतीकारेण । માવત સાર્દન ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org