________________
૬૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અહિતકારી, અનુપકારી અને અસુખદાયી છે. તેમના સંગમાં જીવની આત્મહિતની રુચિ દબાઈ જાય છે, વૃત્તિની દિશા બદલાઈ જાય છે. વિપરીત માર્ગદર્શનના પરિણામે તેનું જીવન અવળા સિદ્ધાંત પ્રમાણે ચાલે છે, જ્ઞાન અને વીર્ય અવળી દિશામાં વેડફાઈ જાય છે. જેમ ગાડી હાંકનાર માર્ગનો અજાણ્યો હોય તો ગાડી ખોટે રસ્તે ચડી જાય છે, ગંતવ્ય સ્થાને પહોંચતી નથી; તેમ આત્મમાર્ગના અજાણ્યા એવા અસગુરુના આશ્રયથી જીવને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવાને બદલે સંસારચક્રના ફેરા ફરવા પડે છે. તેનું કલ્યાણ થવાને બદલે ભારે અકલ્યાણ થાય છે. તેથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ અર્થે સગુરુ અને અસગુરુ વચ્ચેની ભિન્નતા સમજવી ખૂબ આવશ્યક છે. સદગુરુ અને અસદ્ગુરુ બાહ્ય દૃષ્ટિએ સરખા લાગે, પરંતુ લક્ષણો દ્વારા તેમની પરીક્ષા કરવામાં આવે તો તેઓ બન્ને સ્પષ્ટ જુદા જણાય છે. સદ્ગુરુના બદલે અસગુરુ ભટકાઈ ન જાય તે અર્થે તકેદારી રાખીને, વિવેકદીપક સદા હાથમાં રાખી યથોક્ત સદ્ગુરુલક્ષણસંપન્ન એવા ગુરુનો જ આશ્રય કરવા યોગ્ય છે.
જીવે આ તથ્યને અંતરમાં દઢપણે સમજી સાચા લક્ષણયુક્ત પ્રત્યક્ષ સદ્ગુરુની શોધ કરવી જોઈએ. અહીં “શોધ' શબ્દની અર્થગંભીરતા વિચારવા યોગ્ય છે. અહીં શોધ' શબ્દ દ્વારા એમ અભિપ્રેત છે કે તેવા યોગ્ય પુરુષની પરીક્ષા કર્યા પછી તેમનો આશ્રય લેવો. જેમની ભક્તિથી જીવને અપૂર્વ લાભ થાય છે તેવા સદ્ગુરુની યથાર્થ ઓળખાણ કરવામાં જ જીવનું શ્રેય સમાયેલું છે. આ ઓળખાણ માટે આત્માર્થીપણાની - મુમુક્ષુતાની આવશ્યકતા બતાવતાં શ્રીમદ્ લખે છે –
..... પણ જ્ઞાનદશા અથવા વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મગુણ છે, અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી, તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કોઈક જીવ સત્સમાગમના યોગથી, સહજ શુભકર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરું ઓળખાણ તો દઢ મુમુક્ષતા પ્રગટ્ય, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમ્ય, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે.”
મુમુક્ષુ જીવ જ્ઞાનીની આત્મચેષ્ટા પારખવા સક્ષમ હોય છે, પરંતુ મુમુક્ષુતા વિના જ્ઞાનીની આત્મદશા સમજવી અત્યંત દુર્ઘટ છે. મુમુક્ષુતા વિના જ્ઞાનીનાં માત્ર બાહ્ય રૂપાદિ તથા બાહ્ય પ્રવૃત્તિ નિહાળવામાં આવે છે અને પરિણામે તેમનો કર્મોદય દેખાય છે, પણ તેમની અંતરદશા પકડાતી નથી. સામાન્ય જીવો માત્ર દેહાદિ ક્રિયા જ પકડી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૪ (પત્રાંક-૬૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org