________________
ગાથા-૩૭
૬૬૯
પરમાર્થની પ્રાપ્તિરૂપ સુફળ તેને સંપ્રાપ્ત થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘એમ વિચારી અંતરે, વિવેક દીપ પ્રકાશ; સદ્ગુરુ લક્ષણ જાણીને, તે પછી કરે તપાસ. વિચરે તીર્થ સુક્ષેત્રમાં, શોધે સદ્ગુરુ યોગ; જિજ્ઞાસા શિવ પ્રાપ્તિની, મહાપુણ્ય સંયોગ. સહન કરે દુઃખ પરિષહો, ન ગણે દુષમ કાળ; કામ એક આત્માર્થનું, ઉપાદેય સુવિશાળ. કેમ તરું ભવ દુઃખ દધિ, તારક સદ્ગુરુયોગ; એક એ જ ઇચ્છા પ્રબળ, બીજો નહિ મનરોગ.'૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૨ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૪૫-૧૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org