Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૫૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
માન્યતાનો પડઘો પાડતાં શ્રીમદ્ લખે છે –
મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહીં.
શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે.
શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાત ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીંદ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટક્યા હતા.
કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક્રયોગ જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે.”૧
આત્માર્થી જીવને માત્ર પરમાર્થપ્રાપ્તિનું જ ધ્યેય હોવાથી વિભાવદશામાંથી ખસીને સ્વભાવદશામાં જવા માટે તે વ્યવહારનું અવલંબન લે છે. એ પ્રયોજન જે વ્યવહારથી ન સરે અથવા જે વ્યવહાર મુક્તિ તરફની ગતિમાં અવરોધક બને તેવા વ્યવહારને આત્માર્થી જીવ વળગી રહેતો નથી. પરમાર્થસાધકતા તે જ સવ્યવહારનો માપદંડ હોવાથી તેને પોતાના મત-પંથનિર્દિષ્ટ ક્રિયાકાંડનું આંધળું મમત્વ કે અન્ય મત-પંથનિર્દિષ્ટ ક્રિયાકાંડ પ્રત્યે જરા પણ તિરસ્કાર હોતો નથી અને એ જ તેની વિશાળતા, મધ્યસ્થતા, મુમુક્ષુતા, સરળતા વગેરેને પ્રગટ કરે છે. આત્માર્થી જીવ જાણે છે કે મત૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૧૮૨ (પત્રાંક-પ૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org