Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૫૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સ્થિતિ તપાસીને મોક્ષમાર્ગના અનુભવી જ્ઞાતાપુરુષોએ વિવિધ સાધનાપદ્ધતિઓ બતાવી છે, પરંતુ તે સર્વ સાધનો એક પરમાર્થસિદ્ધિ અર્થે જ છે. જ્ઞાનીઓએ નિરૂપેલાં સાધનો પાછળ સ્વરૂપના અભ્યાસ દ્વારા આત્મકલ્યાણની ઉચ્ચશ્રેણી પામવાનું જ પ્રયોજન છે. વ્યવહારમાર્ગ દ્વારા સ્વરૂપારોહણરૂપ પ્રથમ ભૂમિકા પ્રાપ્ત કરી, જીવ નિશ્ચય મોક્ષમાર્ગનો સાધક બની, ઉત્તરોત્તર ઉચ્ચ દશાને સ્પર્શતો સ્પર્શતો આગળ વધતો જાય છે અને આત્મશુદ્ધિની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી તે આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે.
આત્માર્થી જીવ ધાર્મિક જીવનમાં પદાર્પણ કરવા માટે સદ્યવહારની આવશ્યકતા સ્વીકારે છે. તે પોતાની પરિણતિને ઊર્ધ્વ કરવા માટે ધર્મક્રિયાઓનું આલંબન સ્વીકારે છે. તે સર્વ્યવહાર દ્વારા નિજપરિણામની સુધારણાને અગ્નિમતા આપે છે. તેને અંતરમાં સ્પષ્ટ સમજણ હોય છે કે ક્રિયાઓનો આરંભ કરતાં, ક્રિયાઓ કરતી વખતે અને તે ક્રિયાઓની પૂર્ણતા વખતે જો મૂળ લક્ષ્યની જાગૃતિ રહે, સ્વરૂપની નિકટતા સધાય તો જ તેને વાસ્તવિક ધર્મક્રિયા કહી શકાય, અન્યથા તે માત્ર જડ ક્રિયાનું જ નામ પામે છે. જો આત્મજાગૃતિ હોય તો જ તે અનુષ્ઠાનો ધર્મની સંજ્ઞા પામે છે. આત્મલક્ષવિહોણાં અનુષ્ઠાનો ધર્મની સંજ્ઞા પામી શકે નહીં. યથાર્થ સમજણ વગર અથવા અશુદ્ધ લક્ષપૂર્વક કરવામાં આવતી ક્રિયાઓની ધર્મમાં ગણના થતી નથી. જો જીવ ક્રિયાની જાળવણી કરે, પણ નિજપરિણતિને સાચવે નહીં તો તેનાથી આત્માને કોઈ લાભ થતો નથી. ક્વચિત્ અહંકાર, દેખાદેખી વગેરે કારણોથી કરવામાં આવેલી ક્રિયાથી તો અશુભ ભાવની જ પુષ્ટિ થાય છે. મંદ કષાયનાં પરિણામ સહિત ક્રિયા કરવામાં આવે, પણ જો સ્વરૂપલક્ષ ન હોય તો શુભ ભાવમાં જ અટકી રહેવાનું થાય છે. જો તેમાં સ્વરૂપલક્ષ ઉમેરાય તો જ તે ક્રિયા વડે ધર્મની યથાર્થ આરાધના થાય છે અને તેનું યથાર્થ ફળ નીપજે છે. તેથી આત્માર્થી જીવ પોતાની વૃત્તિ-પ્રવૃત્તિને યથાર્થપણે ધર્મમય બનાવીને, તે દ્વારા જીવન સાર્થક કરવા માટે તીવ્ર રુચિથી અને અત્યંત જાગૃતિપૂર્વક સર્વ્યવહારનો અભ્યાસ કરે છે. સર્વ્યવહારના અભ્યાસથી અંતરયાત્રા પ્રારંભાતાં ક્રમશઃ તેનો ઉપયોગ સૂક્ષ્મત્વને ધારણ કરે છે. સૂક્ષ્મ ઉપયોગ વડે સ્વ-૫૨નું ભેદજ્ઞાન સંભવિત બને છે. જેમ જેમ ઉપયોગની નિર્મળતા થતી જાય છે, તેમ તેમ શુદ્ધ ભાવમાં ઠરવાનું થતું જાય છે. શુભાશુભ પરિહરી શુદ્ધ ભાવની પ્રાપ્તિ તથા વૃદ્ધિ એ જ તેના સર્વ્યવહારનું લક્ષ્ય હોય છે.
આમ, આત્મલક્ષપૂર્વકનો વ્યવહાર પરમાર્થને પ્રેરતો હોવાથી આત્માર્થી જીવ તેનો સાધનરૂપે સ્વીકાર કરે છે, તેને આદરવા યોગ્ય જાણે છે, પણ જે વ્યવહાર આત્મદશાની વૃદ્ધિમાં સહાયભૂત ન થાય તે વ્યવહારને તે સમ્મત કરતો નથી. આત્મતત્ત્વના મહિમા વિના, આત્માની ઓળખાણ વિના જે જપ-તપાદિ ક્રિયાઓ થાય તેને તે મોક્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org