________________
ગાથા - ૩૭
ગાથા ૩૬માં જણાવ્યું કે આત્માર્થી દઢતાપૂર્વક માને છે કે ત્રણે કાળમાં ભૂમિકા |
1 પરમાર્થનો માર્ગ એક જ પ્રકારનો છે અને તે એક અદ્વિતીય માર્ગ મેળવવા માટે જે જે વ્યવહાર આવશ્યક છે, તે તે વ્યવહાર આદરવા જોઈએ.
જે વ્યવહારથી આત્માની વિભાવદશા છેદાય નહીં તેવા વ્યવહારનો આશ્રય ન કરતાં, સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રની તથા શમ-સંવેગાદિ સગુણોની યથાર્થ આરાધનારૂપ વ્યવહાર આદરી, અનુક્રમે યોગ્યતા પ્રાપ્ત કરી, “મારે હવે સ્વમાં જ સ્થિત થવું છે' એમ અંતરમાં દઢ નિર્ણય કરી, આત્માર્થી જીવ હવે શું કરે છે તે આ ગાથામાં શ્રીમદ્ દર્શાવે છે – (ગાથા)
એમ વિચારી અંતરે, શોધે સરુ યોગ;
કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ.” (૩૭) એમ અંતરમાં વિચારીને જે સદ્દગુરુના યોગનો શોધ કરે, માત્ર એક અર્થ
આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં; - એ રોગ જેના મનમાં નથી. (૩૭)
= પરમાર્થમાર્ગ ત્રણે કાળમાં એક જ છે અને તે પરમાર્થમાર્ગે ગમન કરવા Lજાવ! જે વ્યવહાર કરવા યોગ્ય હોય તે વ્યવહાર કરવો જોઈએ. તેવો વ્યવહાર સાચા ગુરુને આધીન હોવાથી સદ્ગુરુનો યોગ થવો અત્યંત આવશ્યક છે. “જો કોઈ આત્માનુભવી સદ્ગુરુની પ્રાપ્તિ થાય તો મારા દોષોનું નિવારણ થાય, આત્મદષ્ટિ પ્રગટે અને માર્ગે ચડાય; તેથી જો પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિ થાય તો પરમ ઉપકાર થાય' એમ વિચારી આત્મકલ્યાણનો અર્થ એવો આત્માર્થી જીવ પ્રત્યક્ષ સગુરુની શોધ કરે છે. કોઈ પ્રબળ પરમાર્થ પુણ્યના ઉદયથી જ્યારે આવા સત્પરુષ પ્રાપ્ત થાય છે અને તત્ત્વદૃષ્ટિથી તેમની ઓળખાણ થાય છે ત્યારે આત્માર્થી જીવને તેમના પ્રત્યે અલૌકિક ભક્તિભાવ ઊપજે છે. તેમનામાં પ્રગટેલાં અનેકવિધ ગુણો પ્રત્યે તેના મનમાં પરમ આદર જાગે છે અને પોતામાં તે ગુણો પ્રગટાવવાનો તેનો પુરુષાર્થ દિન-પ્રતિદિન જોર પકડે છે. સદ્ગુરુની આજ્ઞાનું આરાધન કરતો એવો આત્માર્થી જીવ સ્વ ભણી વળે છે. સદ્ગુરુના આશ્રયે ભેદજ્ઞાનનો અભ્યાસ કરી જે જીવ આત્મસન્મુખ થાય છે, તેની મોહદષ્ટિ ક્રમે કરીને ટળે છે અને જ્ઞાનદષ્ટિ વિકાસ પામે છે.
આત્માર્થી જીવને એવી અંતરપ્રતીતિ વર્તે છે કે તેનાં સુખ-શાંતિ-સલામતી તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org