________________
ગાથા-૩૬
६४८ અટકી નથી ત્યાં સુધી તે શુભ અથવા અશુભ માર્ગે અવશ્ય પ્રવર્તશે. ઉપયોગસ્વરૂપી આત્મા અનાદિ કાળથી પુદ્ગલની આસક્તિના કારણે મન, વચન અને કાયાના યોગ દ્વારા વિષયવિકારમાં જોડાઈને કર્મબંધ કરી રહ્યો છે. તે યોગને અશુભમાંથી મુક્ત કરી શુભ માર્ગે વાળવા સસાધનો ઉપયોગી છે. જે ક્રિયાઓથી નિજસ્વભાવની પરિણતિરૂપ આત્મિક ધર્મ નષ્ટ થતો હોય તે ક્રિયાઓ આત્માને અહિતકારી હોવાથી ત્યાગવા યોગ્ય છે અને જે ક્રિયાઓ આત્માને પોતાના સ્વરૂપ તરફ લઈ જવામાં સહાયક થતી હોય તેવી ક્રિયાઓ આત્માને હિતકારી હોવાથી આદરવા યોગ્ય છે, નિષેધવા યોગ્ય નથી. શ્રીમદ્ લખે છે –
“પરમાર્થમૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદ્દગુરુ, સન્શાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી; અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે, અને અવશ્ય આવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે.”
જે વ્યવહારથી સંસાર ક્ષીણ થતો જાય, તીવ્ર કષાયો મંદ થતા જાય અને પરમાર્થમાર્ગ ઉપર આગળ વધતું જાય; અર્થાત્ જે વ્યવહારથી સ્વરૂપસન્મુખતા સધાતી જાય તે સદ્વ્યવહારનું સેવન આત્માર્થી જીવે અવશ્ય કરવું જોઈએ. સ્વરૂપજાગૃતિપૂર્વક કરેલ દ્રવ્યક્રિયાથી - સદ્વ્યવહારના સેવનથી જીવ અનુક્રમે ગુણની શ્રેણીએ ચઢતો જાય છે. ભાવવિશુદ્ધિના લક્ષે થતી દ્રવ્યક્રિયાથી ગુણો પ્રગટે છે અને તે દ્રવ્યક્રિયાઓ આત્માને વિભાવદશામાંથી સ્વભાવસમ્મુખ કરવામાં સહાયક હોવાથી મોક્ષની આરાધનામાં તેની ઉપયોગિતા સિદ્ધ થાય છે.
પરમાર્થરૂપ નિશ્ચયના લક્ષ્ય પ્રત્યે જીવનું લક્ષ કેન્દ્રિત કરાવવામાં સવ્યવહાર સહાયભૂત હોવાથી વ્યવહારમાર્ગ સ્વીકાર્ય છે. અહીં એ વાત ભૂલવા જેવી નથી કે પરમાર્થ જ સાધ્ય છે, વ્યવહાર સાધ્ય નથી. વ્યવહાર તો માત્ર સાધન છે. પરમાર્થરૂપ લક્ષ્યનો લક્ષ કરાવવા માટે જ વ્યવહારની ઉપયોગિતા છે. સમસ્ત વ્યવહારનું એકમાત્ર પ્રયોજન પરિણતિને આત્મસ્વરૂપમાં સ્થિત થવામાં સહાય કરવાનું છે. ભિન્ન ભિન્ન રુચિવાળા મનુષ્યોને જોઈને, તેમની પ્રકૃતિની વિવિધતા જાણીને, તેમની શક્તિ અને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૦-૩૬૧ (પત્રાંક-૪૩૨) ૨- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, 'તત્વાર્થસાર', ઉપસંહાર, શ્લોક ૨
'निश्चयव्यवहाराभ्यां मोक्षमार्गो द्विधा स्थितः । तत्राद्यः साध्यरूपः स्याद् द्वितीयस्तस्य साधनम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org