Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૬,
૬૪૭ હોય કે રોટલી બનાવવાનું કાર્ય હોય, કોઈ પણ કામ વિશ્વાસ, જ્ઞાન અને આચરણના મેળ વગર કરી શકાતું નથી. આ વ્યાપાર કરવાથી ધનપ્રાપ્તિ થશે એવો વિશ્વાસ હોય તથા તે વ્યાપાર સંબંધી જરૂરી જ્ઞાન હોય અને તથારૂપ આચરણ કરવામાં આવે તો વ્યાપાર થાય છે. લોટમાંથી રોટલી બને છે એમ વિશ્વાસ હોય, એ બનાવવાની વિધિની જાણકારી હોય અને તે પ્રમાણે આચરણ કરવામાં આવે તો રોટલી બને છે. તેવી જ રીતે મોક્ષ પ્રાપ્ત કરવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આવશ્યક છે. આત્મસ્વરૂપની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, આત્મસ્વરૂપનું પરિજ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપમાં રમણતા તે સમ્યકુચારિત્ર છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઐક્યભાવ તે મોક્ષમાર્ગ છે. શ્રીમદ્ તેમના મૂળમાર્ગ રહસ્ય'ના પદમાં લખે છે –
તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ;
તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ.”
જ્યારે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે ગુણો અભેદપણે એક આત્મારૂપ પ્રવર્તે છે ત્યારે આત્મસ્વભાવ પ્રગટે છે અને તે જ પરમાર્થે જિનેન્દ્રોએ પ્રબોધેલો મોક્ષનો મૂળમાર્ગ છે અથવા તે જ અનંત સુખસ્વરૂપ નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ પરમાર્થની પ્રાપ્તિ છે. આ આત્મતત્ત્વના અનુભવરૂપ પરમાર્થ મોક્ષમાર્ગ છે અને આત્માર્થીએ સદા સેવવા યોગ્ય છે. પંડિત શ્રી બનારસીદાસજી પણ કહે છે કે અનુભવ ચિંતામણિ રત્ન સમાન છે, અમૃતરસનો કૂપ છે, મોક્ષનો માર્ગ છે, સ્વયં મોક્ષસ્વરૂપ છે.
આમ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અવિરોધ એવી અભેદતા - એકતા આત્મામાં પરિણમાવવી એ જ પરમાર્થમાર્ગ છે. જે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન અને આત્મચારિત્રની અભેદતા - એકતાને સાધે, તે નિજસ્વરૂપને - મૂળમાર્ગને પામે. રત્નત્રયની આરાધનાથી આત્મા નિજપદમાં લીન થઈ, કર્મકાંકથી રહિત થઈ એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં - પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે અને થશે તે સર્વ આ મૂળ પરમાર્થમાર્ગે પ્રયાણ કરીને જ થાય છે. તીર્થકર ભગવાન તથા ચરમશરીરી મુનિ આ જ માર્ગે આરૂઢ થઈ સિદ્ધ થાય છે. સર્વ અચરમશરીરી મુમુક્ષુ પણ અલ્પ ભવમાં આ વિધિ પ્રમાણે પ્રવર્તીને જ સિદ્ધ થશે, ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૧
“સભ્યન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમઃ ” ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પર૩ (આંક-૭૧૫, કડી ૯) ૩- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, સમયસારનાટક', ઉત્થાનિકા, દોહા ૧૮
'अनभो चिंतामनि रतन. अनभौ है रसकपः अनुभौ मारग मोक्ष को, अनुभौ मोक्ष सरूप.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org