Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૩૬
- ગાથા ૩૫માં કહ્યું કે આત્માર્થી જીવને સદ્ગુરુના પ્રત્યક્ષ યોગનું ખૂબ જ ભૂમિકા
મહત્ત્વ હોય છે તથા તે યોગની પ્રાપ્તિને મોટો ઉપકાર સમજે છે અને તે મન, વચન, કાયાથી સદ્ગુરુની આજ્ઞાને માથે ચડાવે છે. આત્માર્થી જીવ પરમાર્થપ્રાપ્તિમાં પરમ અવલંબનભૂત, પરમ ઉપકારી એવા શ્રી સદ્ગુરુદેવને શિરસાવંદ્ય ગણે છે અને સ્વચ્છેદનિરોધપણે આજ્ઞાધીન રહી, મોક્ષમાર્ગને આરાધવા માટે સંનિષ્ઠ પુરુષાર્થ કરે છે.
મોક્ષમાર્ગને આરાધવાની અભિલાષાના મૂળમાં આત્માર્થીના અંતરમાં તત્સંબંધી કેવો અભિપ્રાય વર્તે છે તે દર્શાવતાં શ્રીમદ્ કહે છે –
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; ગાથા
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” (૩૬) - ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ,
અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. (૩૬)
= પાત્રતાના વિકાસથી આત્માર્થી જીવના અંતરમાં મોક્ષમાર્ગ અંગેનાં સૂક્ષ્મ ભાવાર્થ
૧૨] રહસ્યો તથા નિર્ણયો આપોઆપ પ્રગટતાં જાય છે. મોક્ષમાર્ગનાં અનેક પાસાં અંગેનો સમ્યક્ અભિપ્રાય તેના ભીતરમાં આકાર લે છે. તેને અંતરમાં એવો નિશ્ચય વર્તે છે કે ત્રણે કાળમાં પરમાર્થ મોક્ષમાર્ગ એક જ છે, બે નથી. પરપદાર્થોથી ત્રિકાળ જુદા એવા નિજાત્માની અટલ પ્રતીતિ તે સમ્યગ્દર્શન, તેને પરવસ્તુઓથી જુદો જાણવો તે સમ્યજ્ઞાન અને પરદ્રવ્યોનું આલંબન છોડીને સ્વાત્મામાં એકાગ્રતાપૂર્વક મગ્ન થવું તે સમ્યકચારિત્ર છે. આ ત્રણેનું એકત્વ પરિણમન તે જ મોક્ષમાર્ગ છે. જે જીવ આ રત્નત્રયની આરાધના કરે છે તે અનાદિ કાળથી અપ્રાપ્ત એવા અખંડ આનંદરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આ પરમાર્થમાર્ગ અવિચ્છિન્ન છે, અર્થાત્ તે ત્રણે કાળમાં અને સર્વ ક્ષેત્રે એક જ હોય છે, તેમાં ભેદ છે જ નહીં. મહાવિદેહ ક્ષેત્રે એક પ્રકારે અને ભરત તથા ઐરાવત ક્ષેત્રે બીજા પ્રકારે મોક્ષપ્રાપ્તિ થાય છે એવું નથી. ક્યારેક કોઈક ક્ષેત્રે આરાધનાના યોગ વધારે-ઓછા હોય એમ બની શકે, પરંતુ ક્ષેત્રની વિભિન્નતાના કારણે પરમાર્થમાર્ગમાં વિભિન્નતા હોતી નથી. પરમાર્થમાર્ગ આત્માશ્રિત હોવાના કારણે સર્વ ક્ષેત્રે તે એક જ પ્રકારે છે. તેવી જ રીતે પરમાર્થપ્રાપ્તિ ચતુર્થ કાળમાં એક પ્રકારે અને પંચમ કાળમાં અન્ય પ્રકારે - એમ પણ માર્ગભેદ નથી. ત્રણે કાળમાં રત્નત્રયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org