________________
૬૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આરાધના વડે જ પરમાર્થપ્રાપ્તિ થાય છે.
આમ, દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ પરમાર્થમાર્ગ ત્રણે કાળમાં એક જ છે અને તે પરમાર્થમાર્ગની પ્રેરણા કરે એવાં સાધનો, અર્થાત્ પરમાર્થમાર્ગની પુષ્ટિ કરે એવો વ્યવહારમાર્ગ માન્ય કરવા યોગ્ય છે. પરમાર્થ સાધવાને માટે અનેક મત-દર્શનો ભિન્ન ભિન્ન ઉપાયો, ક્રિયાકાંડો, સાધનાપદ્ધતિઓ બતાવે છે. આત્માર્થી જીવ આ ભિન્ન ભિન્ન પ્રકારના વ્યવહારોથી મૂંઝાતો નથી, તેમજ પોતે આચરતો હોય તેવા વ્યવહારનો આગ્રહ પણ રાખતો નથી; પરંતુ પરમાર્થમાર્ગ પામવા માટે યોગ્ય એવા સર્વ સાધનવ્યવહારનો તે આદર કરે છે. તે જાણે છે કે જે વ્યવહારથી જેટલા પ્રમાણમાં શુદ્ધાત્માની સિદ્ધિ થાય તે વ્યવહાર તેટલા પ્રમાણમાં સાર્થક છે. જાતિ-વેષના ભેદ વિના કે મતદર્શનના આગ્રહ વિના, પરમાર્થને પ્રેરે તેવા વ્યવહારને જે કોઈ આરાધે છે તે પરમાર્થને પામે છે. આમ, પરમાર્થમાર્ગ એક અને અદ્વિતીય છે અને તેને સાધવામાં સહાયરૂપ થાય તેવો જ વ્યવહાર સમ્મત કરવા યોગ્ય છે એવી આત્માર્થીને અંતરમાં શ્રદ્ધા હોય છે. વિશેષાર્થ
તે આત્માની શુદ્ધ સ્વભાવરૂપ અવસ્થા તે મોક્ષ છે અને તેનો ઉપાય -
તેનું કારણ તે મોક્ષમાર્ગ છે. કોઈ પણ કાર્યનાં કારણે અનેક પ્રકારનાં હોય છે. કોઈક કારણ એવાં હોય છે કે જેના હોવાથી કાર્ય થાય, પણ તેના હોવાથી કાર્ય થાય જ એમ નથી; જેમ કે મુનિવેષ ધારણ કરવાથી મોક્ષરૂપી કાર્ય થાય, પરંતુ મુનિવેષ ધારણ કરવાથી મોક્ષ થાય જ એમ નથી. વળી, કેટલાંક કારણ એવાં છે કે તે હોય તો કાર્ય થાય છે, પરંતુ કોઈને તે ન હોય તોપણ કાર્યસિદ્ધિ થાય છે; જેમ કે અનશનાદિ બાહ્ય તપ કરતાં મોક્ષ થાય છે, પરંતુ ભરત આદિને બાહ્ય તપ કર્યા વિના જ મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. વળી, કેટલાંક કારણ એવાં છે કે જેના હોવાથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે અને જેના ન હોવાથી કાર્યસિદ્ધિ નથી જ થતી; જેમ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા થતાં અવશ્ય મોક્ષ થાય છે અને એ થયા વિના ક્યારે પણ મોક્ષ નથી જ થતો. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્મચારિત્રમાંથી એક પણ કારણ ન હોય તો મોક્ષ થાય જ નહીં. જ્યારે આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાથે એકતાને પામે છે, ત્યારે કર્મો જાણે કોપ પામ્યા હોય તેમ તેનાથી તત્કાળ જુદાં
કોઈ પણ કામ માટે વિશ્વાસ, જ્ઞાન અને આચરણ આવશ્યક છે. વ્યાપારનું કાર્ય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૭૯
'ज्ञानदर्शनचारित्रैरात्मैक्यं लभते यदा । कर्माणि कुपितानीव भवन्त्याशु तदा पृथक् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org