________________
૬૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
દોષ દેખાડે તો સદ્દગુરુના દોષ કાઢવા માંડે છે, તેઓશ્રી પ્રત્યે દ્વેષનાં પરિણામ કરી ઘોર આશાતના કરે છે. આ રીતે દોષોનો પક્ષપાત કરવાથી ધર્મની ઉપેક્ષા થાય છે. પણ જેનામાં આત્માર્થીપણું ઉત્પન્ન થયું છે તેનામાં સરળતા, મધ્યસ્થતા, નમતા પ્રગટ્યાં હોય છે અને તેથી તે પોતાના દોષોનો પક્ષપાત કરવાના બદલે પશ્ચાત્તાપ કરે છે. તેને દોષ દર્શાવનાર સદ્ગુરુ પ્રત્યે જરા પણ અશુભ ભાવ ઉત્પન્ન થતો નથી. ઊલટું તેમના પ્રત્યે ઉપકારની ભાવના જાગે છે કે તેઓ અત્યંત ઉપકારી છે કે જે વાત મને સમજાતી ન હતી એ વાત તેમણે બતાવી આપી. સગુરુએ તેને સાવધાન કર્યો હોવાથી અને દોષો ઉપર તેનું ધ્યાન ખેંચ્યું હોવાથી તે તેમનો આભાર માને છે અને પોતાના દોષ કાઢવા તે તત્પર બને છે. તેના જીવનમાં સદગુરુએ દર્શાવેલા દોષનું ભાન, તે દોષ પ્રત્યે ધૃણા, દોષની નિંદા, દોષ પ્રત્યે સજાગતા તથા એને કાઢવાનો પુરુષાર્થ પ્રગટે છે. પોતાની શક્તિને ગોપવ્યા વિના તે દોષક્ષયની દિશામાં પૂરેપૂરો પ્રયત્ન કરે છે.
વળી, આત્માર્થી આત્મનિરીક્ષણ કરતો હોવાથી તેને પણ પોતાના દોષો પકડાય છે અને તે દોષો ખૂબ ખૂંચે છે. તે પોતાના દોષોની હારમાળાને સહી શકતો નથી, તેથી તે અત્યંત આન્દ્ર બની સદ્ગુરુને દોષમુક્તિ અર્થે પ્રાર્થના કરતો રહે છે. તેના અંતરમાં કોઈ પણ પ્રકારનાં અસત્પરિણામ ઉત્પન્ન થતાં જ તે આત્મગ્લાનિપૂર્વક પોતાને ધિક્કારે છે અને સદ્ગુરુ પાસે જઈ પોતાના દોષનો એકરાર કરે છે. જેમ રોગમુક્તિ માટે વૈદ્યને પોતાની વ્યાધિની સર્વ વિગતો નિઃસંકોચ કહેવામાં આવે છે, તેમ આત્માર્થી સદ્ગુરુને પોતાના અપરાધની નાનામાં નાની વિગત, કશું પણ ગુપ્ત રાખ્યા વગર કહે છે. જેમ શારીરિક રોગોના નિદાન માટે કુશળ વૈદ્ય સમર્થ છે, તેમ આત્મિક રોગોના નિદાન માટે સદ્ગુરુ સમર્થ છે. જે પ્રકારે રોગજન્ય પીડા શમાવવા વૈદ્ય રોગ અનુસાર ઔષધિ આપે છે, તે પ્રમાણે દોષજન્ય તાપને ટાળવા સદ્ગુરુ ભૂમિકાનુસાર શિષ્યોને પ્રાયશ્ચિત આપે છે. જે પ્રકારે કડવી ઔષધિ પણ રોગીને રોગનિવારણ માટે અમૃત છે, તે પ્રકારે કઠણ પ્રાયશ્ચિત પણ આત્માથીને અંતરશુદ્ધિ માટે અમૃત છે. તેથી જેમ રોગી વૈદ્ય પાસે કડવી ઔષધિ સહર્ષ લે છે, તેમ આત્માર્થી પણ કઠણ પ્રાયશ્ચિત સદ્ગુરુ પાસે સહર્ષ ગ્રહણ કરે છે, કારણ કે તેમાં તે પોતાનું કલ્યાણ સમજે છે. આ રીતે સદ્ગુરુની સાક્ષીએ આત્મગ્લાનિપૂર્વક કરવામાં આવેલું દોષનું આલોચન અને પ્રાયશ્ચિતનું પાલન તે દોષોની શીધ્ર શુદ્ધિ કરવામાં સહાયક બને છે. તેનામાં નિષ્કપટતા, નિખાલસતા આદિ ગુણો પ્રગટવા માંડે છે. તેના અંતરંગ પરિણમનમાં ઘણો ફરક પડી જાય છે.
આમ, સદ્ગુરુનો મહિમા શાસ્ત્ર કરતાં અધિક હોવાથી તથા તેમના આશ્રયથી જીવના દોષો સહેજે ટળતા હોવાથી આત્માર્થી તેમના યોગને પરમ ઉપકારી ગણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org