________________
ગાથા-૩૫
૬૩૫
સમ્યક પ્રતીતિ આવે છે. શમ-સંવેગાદિ ગુણોથી તથા ચિત્તને રૂડા ભાવમાં રોકવાથી યોગ્યતા વધી હોવાના કારણે આત્માર્થી પોતાના ધ્યેયમાં વિદનરૂપ અનુપકારી એવા અસત્સંગથી નિવૃત્ત થતો જાય છે અને ઉપકારી તથા આત્મભાવને પોષણરૂપ રત્નચિંતામણિ તથા કલ્પવૃક્ષ સમાન અતિ કલ્યાણકારી એવા પ્રત્યક્ષ સગુરુના સત્સંગનો વિશેષ લાભ લેતો જાય છે. સત્સંગનો મહિમા અપરંપાર અને વચનાતીત છે તે તેને અનુભવથી સમજાય છે. સત્સંગમાં શાંતિ અને આનંદનું જે સ્કુરણ થાય છે તથા સદ્દગુરુ પ્રત્યે પ્રેમ તથા શ્રદ્ધા વધવાનો જે અનુભવ થાય છે, તે પૂર્વે કદી નહીં વેચેલા હોવાથી તે તેને અપૂર્વ લાગે છે.
સદ્ગુરુના શીતળ અને સુખદાયક સંગમાં આત્માર્થી જીવ ઉપર તેમના જ્ઞાનના અતિશયપણાની તથા તેમના શાંતિ, સમતા, વીતરાગતા, ચારિત્ર ઇત્યાદિ ગુણોની છાપ પડે છે. જીવનચર્યામાં સદગુરુનું વલણ કેવું રહે છે તથા એ દ્વારા વ્યક્ત થતી તેમની અંતરંગ અવસ્થા કેટલી ઊંચી છે તે તેને સમજાય છે. સદ્ગુરુના ગુણોની છાપ ચિત્ત ઉપર અંકિત થયેલી હોવાથી તેમની દિવ્યતાવ્યાખ ચેષ્ટાઓ વારંવાર તેને સ્મરણમાં આવે છે. જેમ લોભીનું મન ધનમાં અને સતીનું મન ભરથારમાં રહે છે, તેમ આત્માર્થીનું મન પણ સગુરુના લોકોત્તર વ્યક્તિત્વની ઝાંખી કર્યા કરે છે. તેમનાં વિશિષ્ટ જ્ઞાન, નિર્મળ ધ્યાન, તીવ્ર વૈરાગ્ય, અંતર્મુખ દશા, અજોડ બહ્મનિષ્ઠા, સહજ સમદર્શિતા, અવિરત આત્મજાગૃતિ, અદ્ભુત શાંતિ, અખૂટ ધૈર્ય, અડોલ નિર્ભયતા, નિષ્કારણ કરુણા, અમૃતમય વાણી આદિ અનેક ગુણોની સ્મૃતિ તેને રહ્યા કરે છે. તેમના વિશિષ્ટ ગુણોને ચિતવતાં તેના અંતરમાં ઇચ્છાબળ અને નિશ્ચયબળ પ્રગટે છે. દિવસે દિવસે તેની વૃત્તિ ઊર્ધ્વ અને સ્થિર થતી જાય છે અને ગુણો ખીલવા લાગે છે.
- આત્માર્થી કોમળપરિણામી બન્યો હોય છે અને પોતાના દોષ જેમ છે તેમ જોવાસ્વીકારવા તત્પર હોય છે, તેથી સદ્ગુરુના પરમોપકારી સમાગમમાં તેના દોષો સહેજે વિલય પામે છે. સદ્ગુરુ તેના દોષ બતાવે ત્યારે આત્માર્થી જીવ તુરંત પોતાના દોષનો સ્વીકાર કરી લે છે. તે સ્વબચાવ નથી કરતો. તેને સદ્ગુરુ પ્રત્યે વિરોધનાં પરિણામ નથી જાગતાં. તેને કોઈ તર્ક-વિતર્ક, સંકલ્પ-વિકલ્પ, શંકા-કુશંકા ઉદ્ભવતાં નથી. જેનામાં આત્માર્થિતા પ્રગટી નથી તે પોતાના દોષો સ્વીકારવાના બદલે સ્વબચાવ કરે છે. તે પોતાનો દોષ બીજાનાં માથે ઓઢાડે છે, દોષનો આરોપ બીજા ઉપર કરે છે અથવા તો એ જાતજાતના વિકલ્પો કરે છે કે હું એકલો જ ક્યાં દોષ કરું છું, બીજા પણ કરે જ છેને. બધા કરે છે અને હું પણ કરું છું, એમાં શું? પેલા કરતાં હું ઓછો કરું છું. એના કરતાં તો હું સારો છું.' આ રીતે એ સ્વદોષરક્ષા કરીને જાણે-અજાણે પોતાના દોષોનું અનુમોદન કરે છે. વળી, કેટલાક તો તેથી આગળ વધીને સદ્દગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org