________________
ગાથા-૩૫
૬૩૩
પ્રયત્નોથી પણ જતા ન હતા તે દોષો સગુરુના યોગથી અલ્પ પ્રયત્ન ટળે છે. માટે આત્માર્થી પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિને પરમ ઉપકાર માને છે. અહીં દર્શાવેલ આ બે મુખ્ય કારણોની વિસ્તારથી વિચારણા કરીએ – | (૧) આત્માર્થી જાણે છે કે સ્વમતિકલ્પનાએ શાસ્ત્રાદિનું અધ્યયન કરવાથી શંકાઓનું ટળવું તો ન થાય પણ ઊલટો સ્વચ્છંદ વધે એમ પણ બને, કારણ કે શાસ્ત્રો ઘણાં છે અને મતિ થોડી છે, આયુષ્ય અલ્પ છે અને શાસ્ત્રો અસંખ્ય છે. વનમાં ભૂલા પડેલા મુસાફરને જો માર્ગ ન જડે તો અહીંથી તહીં ભ્રમણ કરતાં કરતાં રાત્રિ પડી જાય, અંધારું થઈ જાય અને તે ગંતવ્ય સ્થાને પહોંચે નહીં, તેમ શાસ્ત્રોમાંથી જ્ઞાન પામવા ઇચ્છનાર, પોતાની મતિકલ્પનાએ સ્વાધ્યાય કરે તો શબ્દજાળમાં ગૂંચવાઈ જાય. અપેક્ષા, હેતુ, આશય વગેરે ન સમજાવાથી મતિ મૂંઝાઈ જાય અને તેને માર્ગ જડે નહીં. તેથી સતુશાસ્ત્રનો મર્મ બતાવનાર પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિ અત્યંત અનિવાર્ય છે. શ્રીમદ્ લખે છે -
ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, પુરુષમાં વર્તે છે.''
જો કે સત્શાસ્ત્રમાં પણ પૂર્વે થયેલા જ્ઞાનીઓનો જ ઉપદેશ સંઘરાયેલો છે, છતાં આત્માથી સાધકને પ્રત્યક્ષ સદ્ગુરુના ચૈતન્યથી સભર વ્યક્તિત્વમાંથી જે સૂક્ષ્મ બોધ અને રહસ્યમય પ્રેરણા તથા અવર્ણનીય ઉલ્લાસ પ્રાપ્ત થાય છે તે આ જગતમાં ખરેખર અજોડ છે અને આ વાત માત્ર અનુભવગમ્ય છે, તર્કગમ્ય નથી.
સમસ્ત શાસ્ત્રો બાહ્ય શૈલીથી લખાયેલાં હોય છે. તે શાસ્ત્રો જો કે મહા ઉપકારી છે અને જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે અધિકારીપણું આપે છે, પરંતુ તેમાં રહેલા મર્મ અપ્રગટ હોવાના કારણે તે દ્વારા સ્વરૂપસ્થિતિ થવી સંભવતી નથી. સદ્ગુરુ ગુપ્ત મર્મની સમજણ આપે છે અને તેના પરિણમન માટે યથાર્થ માર્ગદર્શન આપે છે, જેને અનુસરીને જીવ શીઘતાએ સ્વરૂપસ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદે એક સ્થળે પ્રકાશ્ય છે કે –
શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.”
સદ્ગુરુનાં વચનોમાં સ્વાનુભૂતિનો પ્રચંડ પ્રભાવ હોય છે. તેમનાં વચનો સર્વ અનુભવોના સરવાળારૂપ હોય છે. તેમને આત્મદશાની વર્ધમાનતાનાં ગુપ્ત રહસ્યોનું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૬ (પત્રાંક-૭૦૬) ૨- એજન, પૃ. ૨૬૩ (પત્રાંક-૨00).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org