Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અભુત - આશ્ચર્યકારક જ્ઞાન હોય છે. જે માર્ગે આત્માર્થી જવા ઇચ્છે છે, તે જ માર્ગે તેઓ આગળ વધેલા હોવાથી તેઓ માર્ગના પ્રેરણાસ્થાન તથા ભયસ્થાન બન્નેથી વાકેફ હોય છે. આત્મભાવ વધતાં અને આત્માની પવિત્રતા તથા નિર્મળતા થતાં કેવા કેવા અનુભવો થાય છે, તથારૂપ અવસ્થાઓનાં પતનસ્થાનકો કેવાં હોય છે અને તેને કઈ રીતે પાર કરી શકાય, તેના ઉપાયો ક્યા છે વગેરે બધું સન્દુરુષના અંતરમાં રહ્યું હોય છે. તેઓ દ્વારા જીવ પોતાના પ્રત્યેક સંભવિત પતનની આગાહી પ્રાપ્ત કરી શકે છે અને પ્રવાસના ભાથારૂપે તેને ઉત્સાહ, માર્ગદર્શન સાંપડે છે. સદ્ગુરુનો ઉપદેશ શ્રવણ કરી, તેમની આજ્ઞાનુસાર આત્મોપયોગને સ્થિર કરવાનો પુરુષાર્થ ઉપાડનાર આત્માર્થીને અતીન્દ્રિય ચિદાનંદની અનુભૂતિ તરફ આગળ વધતાં સદ્ગુરુએ દર્શાવેલા ક્રમાનુસાર અભુત અનુભવો થાય છે, તે અનુભવોનો પરમાર્થ સમજાય છે તથા શાસ્ત્રમાં કહેલાં કથનોનો ગૂઢ અર્થ દષ્ટિગોચર થાય છે.
આમ, સદ્ગુરુનાં અનુભવમૂલક વચનોમાં અનેક શાસ્ત્રોનું પારમાર્થિક રહસ્ય હોય છે. તે વચનોમાં ઉત્તમોત્તમ શાસ્ત્રોનો સાર હોય છે. આત્મ-અનુભવના નિચોડરૂપ તે વચનોને શાસ્ત્ર કહેવામાં આવે કે આગમ કહેવામાં આવે તે યથાર્થ જ છે. દેહ અને રાગથી ભિન્ન આત્માનો અનુભવ જેમને થયો તેમણે શાસ્ત્રોનો મર્મ જાણી લીધો છે. તેમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય કે ન કર્યો હોય, તોપણ તેઓ શાસ્ત્રજ્ઞ જ છે. આત્મજ્ઞ થવામાં બધું સમાઈ જાય છે. તેથી ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરવા કરતાં પણ જ્ઞાનીની એકેક આજ્ઞા જો જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રોથી મળતું ફળ તેને સહજમાં પ્રાપ્ત થાય. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. પ્રત્યક્ષ સદ્ગુરુના આ પરમ ઉપકાર વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
વર્તમાનમાં પરોક્ષ જ્ઞાનીઓએ પ્રણીત કરેલાં પરોક્ષ શાસ્ત્રો કરતાં પણ પ્રત્યક્ષ સદ્દગુરુનો ઉપકાર ઘણો મોટો છે; કારણકે શાસ્ત્રનો વિષય પરોક્ષ હોઈ તે થકી વર્તમાનમાં જીવના સમાધાનાદિ થવા પામે નહિ, એટલે તે પરોક્ષ પરમ ઉપકારી સાધનથી વર્તમાનમાં સાક્ષાત્ સમાધાન કરવા સમર્થ પ્રત્યક્ષ સદ્ગુરુ સમાન બળવાન ઉપકાર થઈ શકે નહિ. આત્માદિ વસ્તુના નિરૂપક પરોક્ષ શાસ્ત્રાદિથી જે સુપાત્ર મુમુક્ષ આત્માર્થી જીવને ઘણા કાળે થોડો ઉપકાર થાય, તેના કરતાં થોડા કાળે ઘણો ઉપકાર - અરે! અંતર્મુહૂર્તમાં પણ સમર્થ ઉપકાર સાક્ષાત્ પ્રત્યક્ષ સગુરુના યોગે બની શકવો સંભવે છે." (૨) આત્માર્થી જીવ શાસ્ત્ર કરતાં સદ્ગુરુનો યોગ વિશેષ ઉપકારી સમજતો હોવાથી તેને જ્યારે પ્રત્યક્ષ સત્પરુષનો યોગ થાય છે ત્યારે તેને તેમના પ્રતિ અચળ પ્રેમ અને ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org