________________
૬૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રહેતાં ભાવિનાં સપનાંમાં કે ભૂતકાળની સુખદ અને દુ:ખદ સ્મૃતિઓમાં રમમાણ ન રહેતાં, હર્ષ-શોકના ઝૂલે ચડ્યા વિના, શુદ્ધ દ્રષ્ટાભાવમાં સ્થિર રહી તેઓ પોતાના દેહાદિની વર્તમાન પર્યાયને જ્ઞાયકભાવે વેચે છે. જ્ઞાયકની નિકટ જઈ તીવ્ર આલાદથી નિજાનંદનું ઐશ્વર્ય અનુભવે છે. જેમની આવી દશા હોય છે તેઓ જ સાચા ‘મુનિ'ની સંજ્ઞા પામે છે.
મુનિપણાની આ પરમાર્થવ્યાખ્યાને નહીં સમજનારા બહિર્દષ્ટિ જીવોને આત્મજ્ઞાનનું માહાભ્ય ન હોવાથી તેઓ માત્ર બાહ્ય વેષ - દેખાવમાત્રથી મુનિને ઓળખે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે કે મસ્તકમુંડનથી સાધુ થવાતું નથી, ૐકાર ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાતું નથી, અરણ્યવાસથી મુનિ થવાતું નથી, વલ્કલ કે સૂકા ઘાસનાં વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી; પણ સમભાવથી સાધુ થવાય છે, બહ્મચર્યપાલનથી બાહ્મણ થવાય છે, જ્ઞાન દ્વારા મુનિ થવાય છે તથા તપ દ્વારા તાપસ થવાય છે. આ બાબતમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે બહિર્દષ્ટિ જીવ શરીર ઉપર લગાડેલી ભસ્મથી, કેશલોચથી કે શરીર ઉપર એકઠા થયેલા મેલ ઉપરથી મહંતપણું, સાધુપણું કે આચાર્યપણું પારખે છે. મહાત્માના સ્વરૂપથી અજાણ્યો હોવાથી તે આવાં બાહ્ય ચિહ્નોથી તેમને મહંત માને છે અને તેમને નમી પડે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિ જીવ જ્ઞાનની પ્રભુતાથી, રત્નત્રયીના પરિણામથી, શુદ્ધ અખંડ આનંદના સાધનની પ્રવૃત્તિથી, સ્વગુણના પ્રગટપણાથી મહાત્માને ઓળખે છે અને જાણે છે.
આમ, કર્મનાં બંધન તોડવામાં ઉપયોગી એવા આત્મજ્ઞાનનો અભિલાષી જીવ આત્મજ્ઞાનના ધારકને જ મુનિ જાણે છે. તે આત્મજ્ઞાનવિહોણા બાહ્ય વેષ-વ્રતધારીની ગણના મુનિમાં કરતો નથી. આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘પ્રવચનસાર'માં લખે છે કે દ્રવ્યમુનિત્વનું પાલન કરવા છતાં જે જીવને સ્વ-પરના ભેદની શ્રદ્ધા નથી, તેનામાં નિશ્ચય સમ્યકત્વપૂર્વક પરમસામાયિકસંયમરૂપ મુનિત્વનો અભાવ હોવાથી તે વેષધારી હોવા છતાં મુનિ નથી. રેતી અને સુવર્ણકણનો જેને વિવેક નથી એવા ધૂળના ધોવાવાળાને, ગમે તેટલો પરિશ્રમ કરવા છતાં સુવર્ણની પ્રાપ્તિ થતી નથી; તેમ જેને સ્વ-પરનો વિવેક ૧- જુઓ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', અધ્યયન ૨૫, ગાથા ૩૧,૩૨
'न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो । न मुणी रणवासेणं, कुसचीरेण न तावसो ।। समयाए समणो होइ, बंभचेरेण बंभणो ।
नाणेण य मुणी होइ, तवेणं होइ तावसो ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘જ્ઞાનસાર', તત્ત્વદષ્ટિ અષ્ટક, શ્લોક ૭
'भस्मना केशलोचेन वपुर्धतमलेन वा । महान्तं बाह्यदृग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org