________________
ગાથા-૩૪
૬૨૧
નથી એવા દ્રવ્યમુનિને - દ્રવ્યમુનિત્વની ગમે તેટલી ક્રિયાઓનું કષ્ટ લેવા છતાં ધર્મની પ્રાપ્તિ થતી નથી. ૧
આવા આત્મજ્ઞાનરહિત દ્રવ્યલિંગી - વેષધારી સાધુઓ પોતાની ગણના મુનિપણામાં કરવા માટે જે દલીલ કરે છે તે બતાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તેમના ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન'માં લખે છે –
કોઈ કહે “જે ગચ્છથી ન ટલ્યા, તે નિરગુણ પણ સાધો રે;
નાતિમાંહે નિરગુણ પણ ગણીયે, જસ નહીં નાતિ બાધો રે....૨ કેટલાક વેષધારી અજ્ઞાની સાધુઓ એમ કહે છે કે જેમ જ્ઞાતિની અંદર કોઈક બુદ્ધિમાન હોય તો કોઈક મંદ બુદ્ધિવાળું પણ હોય, કોઈ ધનવાન હોય તો કોઈ નિધન પણ હોય; છતાં પણ તે સૌ જ્ઞાતિના સભ્ય હોવાથી જ્ઞાતિમાં જ ગણાતા હોય છે અને જ્ઞાતિના ઉત્સવો તેમજ લહાણીના એકસરખા અધિકારી હોય છે; તેમ અમે પણ અજ્ઞાની હોવા છતાં સાધુઓની જેમ જ રહીએ છીએ, તેઓ કરે છે તેવી ક્રિયાઓ પણ કરીએ છીએ, તેઓ પાળે છે તેવા બધા આચારો પણ પાળીએ છીએ તો અમને પણ તે સૌની જેવા સાધુ ગણવા જોઈએ.' ખરેખર તો આમ કહીને તેઓ પોતાના દુર્ગુણોને બાહ્ય આચારોના ઓઠે છુપાવવા માંગતા હોવાથી તેમને મુનિ જાણવા મિથ્યા છે. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે તેમ, આત્મજ્ઞાની હોય તેમને જ મુનિપણું ઘટે છે –
આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; આત્માના સ્વરૂપને જાણે તેમને જ સાચા શ્રમણ - મુનિ જાણવા, બીજા સર્વ તો વેષધારી, દ્રવ્યલિંગી અને બાહ્ય દેખાવમાં જ સાધુ છે. વેષને અને સાધુતાને પરમાર્થદષ્ટિએ કોઈ સંબંધ નથી. આધ્યાત્મિક વિકાસની પ્રક્રિયા કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ સાથે સીધો સંબંધ ધરાવતી નથી. એનો સંબંધ મોહના વિલય સાથે છે. જેટલો મોહ પ્રબળ હોય છે, તેટલી જીવની મૂર્છા પ્રબળ હોય છે અને પ્રગાઢ મૂર્છા હોવાથી આચાર પણ વિકૃત હોય છે. જેણે પાંચ મહાવ્રતો અંગીકૃત કર્યા હોય તેને સર્વવિરતિની અવસ્થા પ્રાપ્ત થઈ એમ વ્યવહારથી કહેવાય છે, પરંતુ જ્યારે અધ્યાત્મદષ્ટિએ વિચારણા કરવામાં આવે ત્યારે અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનાવરણ કષાય અને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉપશમ કે ક્ષય ન થાય ત્યાં સુધી જીવ ગમે તેટલી વાર ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૯૧
_ 'सत्तासंबद्धेदे सविसेसे जो हि व सामण्णे ।
सद्दहदि ण सो समणो सत्तो धम्मो ण संभवदि ।।' ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૨, કડી ૨૭ ૩- શ્રી આનંદઘનજીરચિત, શ્રી વાસુપૂજ્ય ભગવાનનું સ્તવન, કડી ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org