________________
ગાથા-૩૪
૬૧૯ બનતા નથી. વિકલ્પ આવે અને યથોચિત સહજ યોગ હોય તો ઉપદેશાદિની પ્રવૃત્તિ કરી પાછા સ્વરૂપમાં સમાઈ જાય છે.
મુનિને પ્રચુર સ્વસંવેદન હોવા છતાં પણ તે અમૃતરસ કેવળજ્ઞાની પરમાત્માની અપેક્ષાએ ખૂબ અલ્પ છે. કેવળી ભગવાન ચૈતન્યઘડાનો પૂરેપૂરો અમૃતરસ એકસાથે પીએ છે, જ્યારે મુનિ તો તેને પાતળી ધારે પીએ છે. મુનિને તે ધારાથી સંતોષ નથી થતો. તેમને તો પૂરો ઘડો જોઈતો હોય છે. પ્રત્યેક સમયે પૂરેપૂરું અમૃત પિવાય એવી પૂર્ણ દશાની તેમને અભિલાષા હોય છે. તેમને બહારના વિકલ્પોમાં આવવું ગોઠતું નથી. તેમને સતત એવી ભાવના વર્તે છે કે ક્યારે એ ધન્ય દિવસ અને ધન્ય પળ આવશે કે જ્યારે ઉપયોગ સદાને માટે અંદર થીજી જશે. એવી દશા ક્યારે પ્રાપ્ત થશે કે કદી પણ ફરી બહાર આવવું જ ન પડે!' આવી ભાવનાના બળ વડે ઉત્કૃષ્ટ કોટિની અંતર્મુખતા પ્રગટે છે. મુનિદશાનો દીવડો પ્રગટાવી, સિદ્ધદશા તરફ પગલાં માંડી સ્વભાવમાં પૂર્ણપણે ઠરી જવા ઉગ્ર પુરુષાર્થ કરનાર ભવ્યાત્માઓ ખરેખર ધન્ય છે! આમ, જ્યાં આત્મજ્ઞાન હોય છે ત્યાં જ યથાર્થ મુનિપણું પ્રગટે છે. તેથી મુનિપણાનો આધાર પોતાના નિર્મળ સ્વરૂપનો અનુભવ છે, નહીં કે બાહ્ય વેષ. ચોક્કસ પ્રકારની બાહ્ય ક્રિયા કરવા માત્રથી મુનિપણું આવી જાય છે એવું માનનાર અને મનાવનારે મુનિપણા વિષે જ્ઞાનીઓએ આપેલી નીચે મુજબની વ્યાખ્યાને નિરંતર પોતાની સમક્ષ રાખવી જરૂરી છે –
જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવિ ભમતો રે. અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે;
સાધુ સૂધા તે આતમાં, શું મુંડે શું લોચે રે.૧ મુનિ ઉપયોગને જાગૃત રાખી આત્મસ્થિરતાનો પુરુષાર્થ સતત કરી રહ્યા હોય છે. ‘જ્ઞાનાનંદસ્વરૂપ અમૃતસ્વભાવ સ્વાધીન અને અમર્યાદિત છે તથા શુભાશુભ ભાવ તો પરાધીન અને મર્યાદિત છે' એવી પકડ શ્રદ્ધા-જ્ઞાનમાં કરીને તેઓ ચૈતન્યલોકની ગહનતામાં ઊંડે ઊંડે વિચરતા હોય છે. તેમને આત્માના સ્વાધીન સ્વરૂપનું ભાન સતત વર્તતું હોવાથી પ્રત્યેક કર્મોદયમાં તેઓ સમપરિણામે રહે છે. કર્મકત સંગ-પ્રસંગમાં તેમને ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થતી નથી. નિરંતર આત્મજાગૃતિ રહેતી હોવાથી સર્વ પ્રસંગોમાંથી તેઓ અનાસક્ત ભાવે પસાર થઈ જાય છે. ‘હું જ્ઞાનાનંદસ્વરૂપી છું. મારું કામ માત્ર જ્ઞાતા-દ્રષ્ટાભાવે જોવાનું છે' એવી પ્રતીતિના જોરે તેઓ પ્રાપ્ત સંયોગોથી ઉપર ઊઠીને પરદ્રવ્ય-પરભાવના માત્ર જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે. મોહવશ ચિત્તમાં ઉભરાતાં ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રીપાળરાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૨, કડી ૯,૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org