________________
ગાથા-૩૪
૬૨૫
ને ત્યાં જાય છે પણ તે તો નામમાત્ર ધર્મ કહેવાય, પણ મુમુક્ષુએ તેમ કરવું નહીં.”
આત્માર્થી આત્મજ્ઞાનની પ્રાપ્તિની રુચિવાળો હોવાથી તેમને જ સદ્ગુરુ માને છે કે જેઓ આત્મજ્ઞાનસંપન હોય, કારણ કે પરમાર્થનો માર્ગ તેઓ જ દેખાડી શકે છે. પોતાના કુળના ગુરુને ગુરુ માનવા, અર્થાત્ બાપ-દાદા કુળપરંપરાની રૂઢિથી જેમને ગુરુ માનતા હોય એવા અજ્ઞાની વેષધારીને સદ્ગુરુ માનવા તે તૈયાર થતો નથી. આત્માર્થી પોતાના કુળધર્મવાળા જેમને ગુરુ માનતા હોય તેમનો આંધળો વિશ્વાસ કરી, તેમને ગુરુ માનવા નથી લાગતો. તે પરખ કર્યા વિના કોઈને ગુરુ તરીકે સ્વીકારી લેતો નથી. પોતાના કુળગુરુ જો આત્મજ્ઞાનસંપન્ન હોય તો તેમની યથાર્થ પરીક્ષા કરી તે અવશ્ય તેમને સદ્ગુરુ માને છે, પરંતુ આત્મજ્ઞાનરહિત એવા કુળગુરુ ભવછેદ કરવાને અસમર્થ હોવાથી તેવા કલ્પિત ગુરુઓ પ્રત્યે તે દૃષ્ટિ પણ કરતો નથી. આત્માર્થી જીવ જાણે છે કે અસદ્ગુરુનો આશ્રય નરક, નિગોદાદિ દુર્ગતિ આપનાર છે અને તેથી તે તેમનો ત્યાગ કરી પોતાની દૃષ્ટિ સદ્ગુરુસન્મુખ કરે છે. સદ્ગુરુના આશ્રમમાં અનંત કાળનું પરિભ્રમણ સમાપ્ત થાય એવું સામર્થ્ય રહ્યું હોવાથી મોક્ષમાર્ગમાં સદ્ગુરુની ઓળખાણ અત્યંત અગત્યની છે એમ આત્માર્થી સમજે છે. તેથી તે સદ્ગુરુની ઓળખાણ અર્થે પોતાને પ્રાપ્ત થયેલ સર્વ મતિ, શક્તિ અને વિવેકનો ઉપયોગ કરે છે અને સદ્ગુરુનો આશ્રય કરી, ત્રિકાળી શુદ્ધાત્મસ્વરૂપને પ્રગટાવી સ્વાધીન સુખની પ્રાપ્તિ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, એ સિદ્ધાંત પ્રમાણ;
સ્વ પર પ્રકાશક જ્ઞાન છે, સમજે તેહ સુજાણ. અંતરથી નિઃસ્પૃહ સદા, તે સાચા ગુરુ હોય; સત્ય સ્વ પર હિત જે કરે, એમાં સંશય હોય. આત્માર્થે આત્માર્થી તે, સેવે સદ્ગુરુ રાજ; બાકી કુળગુરુ કલ્પના, કરવાનું નહિ કાજ. ગચ્છ મત આગ્રહથી કદી, અસગુરુ જો હોય; લોક પ્રવાહ માન્યતા, આત્માર્થી નહિ જોય.'
૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૮ (ઉપદેશછાયા-૧૦) ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૧ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૩૩-૧૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org