Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
વિશેષાર્થ
૬૩૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માર્થી જીવ દઢપણે માને છે. ‘ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી તેમની આજ્ઞા જો મન-વચન-કાયાની એકતાથી ઉપાસવામાં આવે તો તે યોગના સાફલ્યરૂપે સર્વ ગણો ઉપાસક શિષ્યમાં પ્રગટે છે. એવી દઢ શ્રદ્ધાના બળ વડે તે તથાપ્રકારનો પરષાર્થ ઉપાડે છે. વિનયભક્તિ સહિતના આજ્ઞા-આરાધન વિના શ્રીગુરુનો બોધ પરિણમતો નથી અને મનન તથા નિદિધ્યાસનનો હેતુ થતો નથી. સગુરુમાં જ પરમેશ્વરબુદ્ધિરૂપ પરમ ધર્મ પાળતો હોવાથી તે આત્માર્થી સાધક ત્રિયોગનો સન્માર્ગે ઉપયોગ કરે છે. અસ...સંગ અને અસત્સંગથી નિવૃત્તિ લઈ સ્મરણ, બહુમાન, પ્રભુભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન આદિમાં તે પોતાના મનને પ્રવૃત્ત રાખે છે. વિકથાથી વિમુક્ત થઈ, વિનયયુક્ત બોલવામાં તથા કીર્તન, ધર્મચર્ચા આદિ કરવામાં વચનને વ્યસ્ત રાખે છે. આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ પરિહરિ, કાયાને પણ સદ્દગુરુની સેવાભક્તિમાં તથા યથાઆજ્ઞા વ્રતતપ વગેરેમાં પ્રવર્તાવે છે. સ્વચ્છેદે વર્તતા ત્રણે યોગ બંધનું કારણ થાય છે એ સમજાયું હોવાથી સિદ્ધપદના સર્વશ્રેષ્ઠ ઉપાયરૂપ સદ્દગુરુની આજ્ઞામાં ત્રિયોગને જોડી અમૂલ્ય યોગને તે સાર્થક કરે છે.
- અનાદિથી અપરિચિત એવો સન્માર્ગ દર્શાવનાર પ્રત્યક્ષ સત્પરુષ મોક્ષ
માર્ગના જિજ્ઞાસુ માટે ખરેખર પરમાત્મતુલ્ય જ છે એવી આત્માથી જીવને દઢ પ્રતીતિ થઈ હોવાથી, પુણ્યોદયે કોઈ વિદ્યમાન સન્દુરુષનો યોગ થાય તો તેમના ચરણારવિંદને તે આત્માર્થી જીવ સર્વાર્પણબુદ્ધિથી સેવે છે, અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિથી નિરંતર તેમનો સમાગમ કરે છે. સત્પરુષનાં નિરંતર સમાગમ, દર્શન અને બોધ દ્વારા સ્વભાવનું ભાવભાસન થવાથી સ્વરૂપની યથાર્થ રુચિ થાય છે. તેમની શાંત મુખમુદ્રા, તેમનું આત્મામય વલણ, તેમની પરમ શીતળ, પરમ પ્રેરક, સ્વાનુભવમુદ્રિત આત્માર્થબોધક વાણીનો લાભ મળતાં તેને સ્વસ્વરૂપની રુચિ પ્રગટે છે. તેમના બોધથી ચૈતન્યરસ ઘૂંટાય છે અને તેમની પ્રસન્ન મુદ્રા દ્વારા સ્વરૂપનું માહાભ્ય વધે છે. નિશદિન જેમને આત્માનો ઉપયોગ છે અને અંતરંગ સ્પૃહા નથી એવી જેમની ગુપ્ત આચરણા છે એવા સત્પરુષમાં પ્રેમ વધતાં સંસારરસ મંદ થતો જાય છે. પુરુષને અતીન્દ્રિય આત્મિક સુખમાં નિમગ્ન જોતાં. હર્ષ-શોકના પ્રસંગમાં નિર્લેપ નિહાળતાં આત્મસ્વભાવની પ્રતીતિ થાય છે અને તેની પ્રાપ્તિની રુચિ પ્રગટે છે. જેમ જેમ સત્પરુષની આશ્ચર્યકારી આત્મદશા પ્રત્યેનો પ્રેમ વધે છે, તેમ તેમ આત્માર્થીનો દર્શનમોહ મંદ થતાં સ્વરૂપપ્રાપ્તિની યોગ્યતા વધે છે. આમ, આશ્રયભક્તિનાં પરિણામ દર્શનમોહનો રસ ઘટાડવાનો સરળ અને સુગમ ઉપાય છે. દર્શનમોહના વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે દર્શનમોહ મંદ થયા વિના સ્વરૂપનું ભાવભાસન થાય નહીં અને દર્શનમોહનો અભાવ થયા વિના આત્માનુભવ થાય નહીં, તેથી આત્માનુભવ માટે મહત્પરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ અત્યંત આવશ્યક છે. શ્રીમદ્ લખે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org