________________
ગાથા ૩૪
ગાથા ૨૪ થી ૩૩ સુધી શ્રીમદ્દે મતાર્થી જીવનાં મુખ્ય લક્ષણો દર્શાવ્યાં છે. ભૂમિકા મતનો અર્થ તે મતાર્થી અથવા મત એ જ પ્રયોજન છે જેનું તે મતાર્થી અને તેવો મતાર્થી જેના વડે ઓળખાય તે મતાર્થીનું લક્ષણ. ગાથા ૨૪ થી ૨૮ સુધી ક્રિયાજડ મતાર્થીના ગુરુ-દેવ-ધર્મ સંબંધીના મતાર્થનું સ્વરૂપ નિરૂપણ કર્યા પછી શ્રીમદે ગાથા ૨૯ થી ૩૧માં શુષ્કજ્ઞાની મતાર્થીનું સ્વરૂપ દર્શાવ્યું; અને પછી ૩૨મી ગાથામાં બન્ને પ્રકારના મતાર્થીનાં સમુચ્ચય લક્ષણો જણાવી શ્રીમદે એવી તો સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ પણ પ્રકારનો મતાર્થ પોતામાં હોય તો જીવ તેને સુગમતાથી ઓળખી, સહેલાઈથી દૂર કરી શકે.
-
આમ, મતાર્થીપણું ટાળવા મતાર્થીનાં લક્ષણો દર્શાવ્યાં પછી હવે આત્માના અખંડ અવ્યાબાધ સુખના હેતુરૂપ એવું આત્માર્થીપણું પ્રાપ્ત કરવા આત્માર્થી જીવનાં લક્ષણો ગાથા ૩૪ થી ૪૨માં બતાવ્યાં છે. આત્માનો અર્થ તે આત્માર્થી અથવા આત્મા એ જ પ્રયોજન છે જેનું તે આત્માર્થી. આત્માર્થા જીવમાં એવાં કયાં લક્ષણો હોય જે મતાર્થ જીવમાં ન હોય, તેનું શ્રીમદે કરેલું નિરૂપણ વિચારતાં ભાવવિભોર બની જવાય છે. શ્રીમદે વર્ણવેલાં આ લક્ષણો દ્વારા તેમની ખૂબ ઊંડી અને વિશાળ વિચારધારા વ્યક્ત થાય છે. મતાર્થીનાં લક્ષણો જે જીવમાં ન હોય તે આત્માર્થ છે એમ ન કહેતાં, આ વિભાગમાં શ્રીમદે સાચા સુખની અભિલાષા સેવનાર આત્માર્થીની સદ્વિચારશ્રેણી કેવા પ્રકારની હોય તે સચોટપણે બતાવ્યું છે. આત્માર્થીનાં લક્ષણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ અર્થે સાધકને વધુ ઉત્સાહી બનાવવામાં આ અસ્તિરૂપ વર્ણન બહુ ઉપયોગી બને છે.
આમ, ધાર્મિક પ્રવૃત્તિ કરનારાઓના પરિપક્વ અને અપરિપક્વ એવા બે ભેદ પડે છે. આત્માર્થ જેને મુખ્ય છે એવા આત્માર્થી જીવને સત્યનું ગ્રહણ કરતાં ‘મત'નો આગ્રહ થતો નથી. આત્માર્થિતાના કારણે તે ભૂલ કરતાં અટકી જાય છે. પરંતુ જ્યાં આત્માર્થની ન્યૂનતા છે ત્યાં ‘સત્યના આગ્રહ'ના અંચળા હેઠળ ‘મત'નું જોર વધી જવાથી તે અનેક પ્રકારે નુકસાનનું કારણ બની જાય છે. મતાર્થ ઉત્પન્ન થવાથી આત્માર્થની હાનિ થાય છે, તેમજ અસત્ત્ને સમ્મત કરવાથી, અનુમોદન કરવાથી ગૃહીત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે.
Jain Education International
અનાદિથી સંસારમાં રઝળતા જીવમાં આત્માર્થિતા પ્રગટતાં તેને પરિભ્રમણ અને પરિભ્રમણનાં કારણોના નાશના ઉપાયની વિચારણા શરૂ થાય છે અને તે ચિંતના ઉગ્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org