Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થઈને ઝૂરણા ઉત્પન્ન કરે છે, તેથી પરિભ્રમણથી મુક્ત થવાની જિજ્ઞાસા વેદનાપૂર્વક ઉત્પન્ન થાય છે. આ વેદનાના કારણે ખાવા-પીવાથી માંડીને સમસ્ત સાંસારિક કાર્યોમાં નીરસપણું આવી જાય છે. પંચેન્દ્રિયના વિષયોમાં રહેલાં રસનાં પરિણામ ફિક્કા પડતાં જાય છે. સંસારની ઉપાસનાનો અભિપ્રાય શિથિલ થઈ જાય છે. આત્માનુભૂતિ એ જ તેનું પરમ લક્ષ્ય બની જાય છે. તે જગતની વિસ્મૃતિ કરી સતુના ચરણમાં રહેવા ઇચ્છે છે. આત્મોન્નતિના માર્ગમાં આ પ્રમાણે આગળ વધવાથી તેનો અનાદિ કાળનો સ્વછંદ પણ ઢીલો પડતો જાય છે અને વિવેક વધતો જાય છે, તેથી તેને આત્મકલ્યાણની દિશામાં ઝડપથી આગળ વધવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્માનો રસ વધતો જવાથી તેમાં તે ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે. આ રીતે સતુનું શરણ, નિષ્ઠામય જીવન અને સવળી મતિ પ્રાપ્ત થવાથી તે શિવપદને શીધ્રપણે સાધી શકે છે.
અસદ્દગુરુના આશ્રયે રહેલી દેવ, ધર્મ, શ્રુતાભ્યાસ, વ્રત, તપ આદિની સર્વ સમજ અવળી હોય છે, પરંતુ સદ્ગુરુના સંગમાં સઘળું સવળું જ હોય છે. તેથી આત્માનાં લક્ષણોના વિષયમાં સૌ પ્રથમ ‘સાચા ગુરુ' નો મુદ્દો પ્રકાશી, સર્વ જીવોની અવ્યાબાધ સુખની અભિલાષા નિર્વિદને પૂર્ણ કરવા શ્રીમદે સરળ કેડી કંડારી આપી છે.
આમ, સૌથી મુખ્ય અને મૂળભૂત એવા સદ્ગુરુતત્ત્વ સંબંધી આત્માર્થીની માન્યતા શ્રીમદ્ પ્રથમ દર્શાવે છે –
આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; (ગાથા)
બાકી કુળગુરુ કલાના, આત્માર્થી નહિ જોય.” (૩૪) તે જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં
મુનિપણું ન જ સંભવે. “ગં સંમતિ પાસદ તે મોતિ પાસર' - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના કુળના ગુરુને સદ્દગુરુ માનવા એ માત્ર કલાના છે; તેથી કંઈ વિચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. (૩૪)
- આત્માર્થી જીવની ગુરુવિષયક માન્યતા બતાવતાં આ ગાથામાં શ્રીમદ્ કહે ભાવાર્થ | L ૧ ] છે કે જેમને આત્માની સહજ આનંદમય દશાનો અનુભવ હોય, જેમને સ્વ-પરની ભિન્નતા સ્પષ્ટ ભાસતી હોય અને જેમની પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં હોય તે જ સાચા ગુરુ કહેવાય એમ આત્માર્થી સ્વીકારે છે. શાસ્ત્રનું જ્ઞાન ધરાવતા હોય, ઉપદેશવ્યાખ્યાનાદિ કરતા હોય, બાહ્યમાં ઉત્કૃષ્ટ ત્યાગ ધરાવતા હોય, ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરતા હોય કે પોતાના કુળ કે સંપ્રદાયના ગુરુ હોય; પણ જો તેઓ આત્મજ્ઞાનવિહીન હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org