________________
૫૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
થતી નથી. તેથી વર્તમાનની અલ્પ બળવાળી પ્રારંભિક સાધકસ્થિતિમાં જીવે પોતાના પ્રયોજનની સિદ્ધિને અર્થે શુભ ધાર્મિક ક્રિયાઓનો હેયબુદ્ધિપૂર્વક આશ્રય લેવો જરૂરી છે. આમ, જે વ્યવહારથી પરમાર્થની પ્રાપ્તિ થાય એવો વ્યવહાર અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે, પરંતુ મિથ્યા મતિકલ્પનાથી શુષ્કજ્ઞાની મતાર્થી જીવ શાસ્ત્રોનો પરમાર્થ સમજ્યા વિના, પરમાર્થસાધક પરમ ઉપકારી એવા સવ્યવહારનું ઉત્થાપન કરી, સાધનરહિત થઈ, ભવિષ્યમાં બોધિ પામવાનું દુર્લભ થઈ પડે એવું આચરણ કરે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ ફરમાવ્યું છે –
કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ; નવિ જાણે તે ઊપજેજી, કારણ વિણ નવિ કાજ. નિશ્ચયનય અવલંબતાજી, નવિ જાણે તસ મર્મ;
છોડે જે વ્યવહારનેજી, લોપે તે જિન ધર્મ.૧ શુષ્કજ્ઞાની મતાર્થી સત્ક્રિયારૂપ સદ્વ્યવહારને ઉત્થાપી પોતાનું નિર્લજ્જપણું પ્રગટ કરે છે. તે જાણતો નથી કે કારણ વિના કાર્ય થાય નહીં. પરમાર્થમૂળ વ્યવહાર એ નિશ્ચયનું કારણ છે, તો પછી જ્યાં સવ્યવહાર નથી ત્યાં નિશ્ચય ક્યાંથી આવશે? જેઓ
વ્યવહારનો ત્યાગ કરી ફક્ત નિશ્ચયનયનું જ અવલંબન ગ્રહણ કરે છે, તેઓ સાચી રીતે નિશ્ચયનયના મર્મને સમજ્યા જ નથી. જે સવ્યવહારનો ત્યાગ કરે છે તે જિનધર્મનો લોપ કરે છે, જિનેન્દ્રની આજ્ઞાનો ભંગ કરે છે. આમ, કારણ-કાર્યની સંકલનાને સમજ્યા વિના માત્ર મોઢેથી જ નિશ્ચયનયનું અવલંબન લેનાર કાર્યની પ્રાપ્તિ થયા પહેલાં જ કારણને છોડી દે છે અને પરિણામે તે સન્માર્ગથી વિમુખ થાય છે.
શાસ્ત્રોનાં રહસ્યને જાણ્યા વિના સદ્વ્યવહારનો ત્યાગ કરનાર પોતાના આત્મસ્વરૂપનો ઘાતક બને છે. સામાયિક, પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયાઓ છે તે દષ્ટ વ્યવહાર છે. માર્ગાનુસારીથી સમ્યકત્વની પ્રાપ્તિ સુધીમાં વત, નિયમ, સંયમ, તપ, જપાદિ દષ્ટ વ્યવહારનું પ્રાધાન્યપણું હોય છે. જેમ જેમ આત્માની દશા ઊંચી ચઢતી જાય છે, તેમ તેમ દષ્ટ વ્યવહાર ગૌણ થતા જાય છે અને ચિંતન, ધ્યાન આદિ અદૃષ્ટ (અંતરગત) વ્યવહારનું પ્રાધાન્યપણું વધતું જાય છે; તેથી જગતના બહિરાત્મભાવમાં રહેલા શુષ્કજ્ઞાની મતાર્થી જીવોને આ ભૂમિકાએ સ્થિત આત્માનું જીવન સાધન કે વ્યવહાર વિનાનું લાગતું હોવાથી સદ્વ્યવહારની આવશ્યકતા સમજાતી નથી. ખરી રીતે તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી એક સમય માટે પણ જીવ સાધન અથવા વ્યવહાર વિનાનો હોઈ શકે નહીં. ફક્ત કેવળજ્ઞાની જ સાધનથી - વ્યવહારથી સંપૂર્ણપણે પર થયેલા કલ્પાતીત, અક્રિય પુરુષ છે. તેથી છબસ્થ દશામાં સ્થિત એવા જ્ઞાની પુરુષો પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી પ૩,૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org