Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૯૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અને તેથી અનુપશમ, અવૈરાગ્ય, અસરળતા અને અમધ્યસ્થતામાં તારી વૃત્તિને રોકી રાખે છે. વારંવાર દોષ કરવા છતાં પણ તું ચેતતો નથી. એક પછી એક લાખેણી ક્ષણ તારા હાથમાંથી જઈ રહી છે તેનું તને ભાન નથી. તારો મનુષ્યદેહરૂપી પત્તાનો મહેલ કાળની એક ટૂંકમાં વેરવિખેર થઈ જશે. તેથી હવે તો જાગૃત થા. તારા ઉદ્ધારનો આ અવસર આવ્યો છે. તારા આત્માની દયા લાવ અને દોષોની નિવૃત્તિનો સંકલ્પ કર. તારા અનાદિ દોષોના કારણે તું બહુ રઝળ્યો છે, અનંતા દુઃખ પામ્યો છે, એમાંથી તારા આત્માને છોડાવવા હવે પ્રયત્ન કર. વિપરીત સંસ્કાર કાઢવા માટે ધીરજપૂર્વક અભ્યાસ કર. સાચો પુરુષાર્થ કરશે તો અવશ્ય સિદ્ધિ મળશે. માટે હવે અનુપશમ, અવૈરાગ્ય, અસરળતા અને અમધ્યસ્થતાને ટાળી; કષાયની ઉપશાંતતા, અંતરવૈરાગ્ય, સરળતા અને મધ્યસ્થતા પ્રગટાવ કે જેથી મોક્ષમાર્ગને પામવા તું સદ્ભાગી બની શકે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
'નહિ કષાય ઉપશાંતતા, સહેજે કલુષિત થાય; કટુક રસ કરી સ્વપરને, દુ:ખનો હેતુ ગણાય. બાહ્ય ધર્મનું પૂતળું, નહિ અંતર વૈરાગ્ય; જાળ પાથરે કુમતિની, કુશ્રુત તેમ અથાગ. કપટ ધર્મ સેવી ઠગે, જગ જનને મનમાંહિ; સરળપણું ન મધ્યસ્થતા, શુદ્ધભાવ નહિ ક્યાંહિ. પક્ષપાત દેહાદિનો, રમા રમણીનો રાગ; અતિશય ભૂલ્યો ભવ વને, એ મતાથ દુર્ભાગ્ય.'૧
*
*
*
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૧ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૧૨૫-૧૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org