________________
૫૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હરિભદ્રસૂરિજી લખે છે કે વીર પ્રત્યે મને પક્ષપાત નથી કે કપિલ આદિ પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિમત્ હોય તેનો પરિગ્રહ (સ્વીકાર) કરવા યોગ્ય છે.'
આમ, જેણે મધ્યસ્થ દૃષ્ટિ કેળવી હોય તે જ સત્ય તત્ત્વ પામવાને અધિકારી બને છે. સ્વમતના આગ્રહના કારણે મતાર્થી જીવ વસ્તુના સત્ય સ્વરૂપનું દર્શન કરી શકતો નથી. આગહના પડળ તેની દષ્ટિને ઢાંકી દેતા હોવાથી તે વસ્તુને યથાર્થપણે જોઈ શકતો નથી. તે કોઈ એક જ ધ્યેયથી અથવા તો કોઈ એક જ દષ્ટિબિંદુથી પદાર્થને જોતો હોવાથી તેનું દર્શન એકાંતિક જ રહેવા પામે છે. આવું દર્શન કદાપિ સમ્યક હોતું નથી, કારણ કે એકાંત દૃષ્ટિએ જ્યારે વસ્તુ તરફ જોવામાં આવે ત્યારે મનમાં પ્રથમથી ધારી રાખેલા પરિણામનો જ આગ્રહ રહેતો હોવાથી, તેવા પ્રસંગે પોતાના મનમાં ધારી રાખેલા પરિણામથી જુદી વાત આવે તો તે તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. જ્યાં આગ્રહ હોય ત્યાં આવું બનવું સ્વાભાવિક છે.
| ક્રિયાજડ મતાર્થી ક્રિયાનો એકાંતે આગ્રહ કરી જ્ઞાનનો નિષેધ કરે છે, જ્યારે શુષ્કજ્ઞાની મતાથ જ્ઞાનનો એકાંતે આગ્રહ કરી ક્રિયાનો લોપ કરે છે. આમ, બન્ને પ્રકારના જીવો મધ્યસ્થ ગુણના અભાવે મતાગ્રહી બની આત્માર્થને ચૂકી જાય છે. મતાથ જીવનું અંતર નિર્મળ નહીં હોવાથી, આત્મતત્ત્વની કે મોક્ષમાર્ગ સંબંધી પોતાની સમજ અધૂરી અને આહવાળી હોવાથી અન્યના સત્યને તે ન્યાય આપી શકતો નથી. પોતે સ્વીકારેલ પાસાથી જુદાં પડતાં અન્યનાં પાસાંને તે જૂઠાં કહી ઉવેખી કાઢે છે અને પોતે સ્વીકારેલ પાસું, જે એક નયથી જ સાચું હોવાથી આંશિક સત્ય છે, તેને પૂર્ણ સત્ય માની-મનાવી અન્ય બધું ખોટું છે એવો કદાહ સેવે છે. શ્રીમદ્ લખે છે –
“માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો “નય'નો આગ્રહ કરે છે; અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મચ્યો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી.'
જ્યાં કષાયની ઉપશાંતતા, અંતરંગ વૈરાગ્ય, સરળતા તથા મધ્યસ્થતા છે ત્યાં ક્ષેત્રવિશુદ્ધિ છે. જો ક્ષેત્રવિશુદ્ધિ હોય અને તત્ત્વબોધરૂપી બીજ રોપવામાં આવે તો અંકુર ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, લોકતત્ત્વનિર્ણય', શ્લોક ૩૮
“પાપનો ને મે વીરે, ન વેષઃ પારિy |
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।' ર- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૬૭ (પત્રાંક-૨૦૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org