Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મતાથી જીવો તેવા દોષો દૂર કરી પોતાના આત્માનું ઉત્થાન કરે. પરમાર્થના જિજ્ઞાસુ જીવો મોક્ષમાર્ગથી દૂર લઈ જતાં આવા વિપરીત વલણથી સાવધ રહે એવા પવિત્ર આશયથી જ મતાથ જીવોની વૃત્તિ-પ્રવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્રિયાજડત્વ કે શુષ્કજ્ઞાનના પ્રવાહમાં જિજ્ઞાસુને તણાઈ જતો બચાવવા મતાર્થીનાં લક્ષણોનું આ વર્ણન દીવાદાંડીની ગરજ સારે છે. દુઃખકારી એવો મતાર્થ દૂર કરવા માટે મતાર્થીનાં લક્ષણ બતાવીને હવે સુખકારી એવાં આત્માર્થીનાં લક્ષણ દર્શાવવાનો શ્રીમદ્ નિર્દેશ કરે છે. હવે નવ ગાથા દ્વારા શ્રીમદ્ મોક્ષસુખમાં કારણભૂત એવાં આત્માર્થીનાં લક્ષણો બતાવશે.
- પોતાના મતનો જે અર્થી છે, આરહી છે તે જીવ મતાર્થી કહેવાય છે.
1 અસતમાં સત્બુદ્ધિ અને સમાં અસતુબુદ્ધિ ધરી તેનો કદાગ્રહ કરવો, એકાંતે કોઈ એક પક્ષનું ગ્રહણ કરી તેનો દુરાગ્રહ સેવવો તે મતાર્થનું મુખ્ય અને વ્યાપક લક્ષણ છે. આત્મહિતકારી પરમ અવલંબનભૂત એવા સતદેવ-સત્વગુરુ-સતુધર્મનો યોગ થવા છતાં સ્વચ્છંદ, મતા હાદિની પકડમાં ફસાઈ જઈ તે દુર્ભાગી જીવ મહા અનર્થ કરી બેસે છે. પોતાનાં માન-મોટાઈને સાચવવાની વૃત્તિવાળા મતાઝહી મિથ્યાદૃષ્ટિ મતાર્થી જીવ અનેકવિધ ધર્મપ્રવૃત્તિ કરવા છતાં મોક્ષમાર્ગથી ટ્યુત થઈ જાય છે અને અન્ય જીવોને પણ દુરાગ્રહવર્ધક તથા કષાયપોષક પ્રવૃત્તિઓમાં ધર્મ મનાવીને ગેરમાર્ગે દોરે છે અને તેથી મહા અનર્થ કરે છે.
મતાર્થી જીવ અનેક ધર્મકરણી - ક્રિયાકાંડો કે શાસ્ત્રાભ્યાસ કરતો દેખાય છે, પરંતુ તેનું આંતરિક વલણ મોક્ષાભિમુખ હોતું નથી. ધાર્મિક પ્રવૃત્તિ કરવા છતાં પણ તેની મતિ તો અવળી જ રહે છે. આત્માર્થી અને મતાર્થી વચ્ચે કહો તો માત્ર એક પાતળો પડદો છે અને કહો તો અમાપ મહાસાગર ઘૂઘવી રહ્યો છે. જ્ઞાનીના બોધના આધારે જ્યારે બન્નેનાં વિભિન્ન લક્ષણોની સમજ પ્રાપ્ત થાય છે ત્યારે મતાર્થત્યાગ અને આત્માર્થગ્રહણ કરવાની પ્રક્રિયાનો શુભારંભ થાય છે. મતાહનો સદ્ભાવ અને આત્મલક્ષનો અભાવ મતાર્થીને આત્માર્થીથી જુદો પાડે છે. કુળપરંપરાના આધાર ઉપર, સાંપ્રદાયિકતાના આધાર ઉપર, વિદ્વત્તાવશ કે લોકપ્રતિષ્ઠાવશ ઉત્પન્ન થયેલા આગ્રહના કારણે મતાર્થી જીવ મોક્ષમાર્ગનું યથાર્થ દર્શન કરી શકતો નથી. તેની ધાર્મિક પ્રવૃત્તિ આત્મલક્ષવિહોણી હોવાથી સાધનારૂપ ન થતાં આડંબરરૂપ બને છે. જે ધાર્મિક પ્રવૃત્તિ આત્મલક્ષ સહિત હોય તે જ ધાર્મિક પ્રવૃત્તિ સાધનામાં ગણના પામે છે. પરંતુ મતાર્થીને સ્વસ્વરૂપનો મહિમા નથી હોતો. તેને માનનો જ મહિમા વર્તતો હોય છે. તેનાં જ્ઞાન અને વીર્ય સ્વસ્વરૂપ તરફ વળવાને બદલે માન પ્રત્યે જ વહેતાં હોય છે. પરમાર્થની અવગણના કરીને તે માન માટે વલખા મારે છે. તે લોકો પાસેથી માન-સત્કારાદિ મેળવવાના પ્રયત્ન કરે છે અને તેને રક્ષવાની, વધારવાની ચિંતામાં જ રહે છે. તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org