Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૩
૬૦૫
કરુણાથી જીવોને તેમના દોષો સમજાવી, આત્માર્થનો માર્ગ દર્શાવ્યો છે કે જે માર્ગે વિકાસ સાધીને જીવ ઉન્નત ભૂમિકા ઉપર પગ મૂકવાને યોગ્ય થાય છે. શ્રીમદે દર્શાવેલા મતાર્થી જીવનાં લક્ષણો વિષે પંડિત સુખલાલજીએ યોગ્ય જ લખ્યું છે કે –
‘આવા મતાર્થીનાં અનેક લક્ષણો તેમણે સ્કુટ અને જરા વિસ્તારથી દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે અને ગમે તે પંથમાં મળી આવે છે..... શ્રીમદ્ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવમૂલક છે તેટલું જ બધી પરંપરાઓને એકસરખું લાગુ પડે છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘લક્ષણ કહ્યાં મતાર્થીનાં, જાણી રહેવા દૂર; રખે વળગતું પાપ એ, સાચી સમજણ ઉર. હવે સદુદ્યમ સદ્ય આ, મતાર્થ જાવા કાજ; પ્રતિદિન સત્સંગે રહું, આત્મ અર્થ વરવા જ. તેથી તત્ત્વ સ્વરૂપ નિજ, યથાર્થ તો સમજાય; હવે કહું આત્માર્થીનાં, લક્ષણ જેમ પમાય. સાર એ જ સંસારમાં, શ્રીમદ્ સદ્ગુરુ રાજ; હિત શિક્ષાએ ચાલવું, આત્મ-અર્થ સુખસાજ.'૨
૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૯૮ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૧ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૧૨૯-૧૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org