Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૩૦
ભૂમિકા,
અર્થ
- ગાથા ૨૯માં શુષ્કજ્ઞાની મતાર્થી જીવનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું કે શુષ્કજ્ઞાની "2"| સ્વચ્છેદે અધ્યાત્મગ્રંથોનું અધ્યયન કરી, નિશ્ચયનયાત્મક બોલો શીખી, તેનો પરમાર્થ સમજ્યા વિના એકાંત પક્ષ પકડી સવ્યવહારનું ઉત્થાપન કરે છે. કલ્યાણમાં નિમિત્તભૂત સાધનોનો ત્યાગ કરી, સાધનરહિત વર્તતો હોવાથી તેના આત્માનું કલ્યાણ થતું નથી.
હવે પછીની બે ગાથાઓમાં આ જ વાતનો વિસ્તાર કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ગાથામાં આવા અજ્ઞાની તેમજ સાધનહીન જીવના સંગમાં આવનાર જીવોની કેવી દશા થાય છે તે સ્પષ્ટપણે દર્શાવતાં શ્રીમદ્ કહે છે -
“જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; ગાથા
પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી.” (૩૦) તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. (૩૦)
પૂર્વોક્ત ગાથામાં કહ્યું તેમ શુષ્કજ્ઞાની નિશ્ચયાભાસી મતાર્થી જીવ નિશ્ચય| ભાવાર્થી
નયને માત્ર શબ્દમાં જ રહેતો હોવાથી તેને તથારૂપ અનુભવની સ્પર્શના થતી નથી તથા શુદ્ધ આત્માના ગુણોનું વેદન પણ નથી, તેથી તે સમ્યજ્ઞાની નહીં પણ શબ્દજ્ઞાની બને છે; અર્થાત્ તે યથાર્થ જ્ઞાનદશા પ્રાપ્ત કરતો નથી. નિશ્ચયનયનો હેતુ તો તથારૂપ આત્મપરિણતિ દ્વારા તથારૂપ શુદ્ધ આત્માનુભૂતિમય જ્ઞાનદશા પ્રગટાવવાનો છે, પરંતુ શુષ્કજ્ઞાની નિશ્ચયનયના વિચારોની માત્ર બૌદ્ધિક સમજથી સંતોષાઈ જઈ સ્વરૂપસન્મુખતાનો અંતરંગ પુરુષાર્થ કરતો નથી અને તેથી શુદ્ધ ઉપયોગમય જ્ઞાનદશાને તે પામી શકતો નથી. વળી, નિશ્ચયનયની અધૂરી અથવા વિપરીત સમજણના કારણે તે સવ્યવહારનો લોપ કરીને સાધનરહિત થતો હોવાથી જ્ઞાનદશારૂપ સાધ્યને પ્રાપ્ત કરાવનાર સાધનદશા પણ પામતો નથી, અર્થાત્ સત્સંગ, વૈરાગ્ય આદિ યથાયોગ્ય બહિરંગ તેમજ અંતરંગ સાધનોનો આશ્રય લઈને તે પુરુષાર્થ ઉપાડતો નથી. આમ, જેને સહજ જ્ઞાનદશા નથી અને જ્ઞાનદશાની પ્રાપ્તિ અર્થેના પુરુષાર્થરૂપ સાધનદશા પણ નથી, તે જીવ વિષય-કષાય આદિ અશુભ ભાવમાં પ્રવતી ભવસાગરમાં ડૂબે છે.
મતાર્થી જીવ નિશ્ચયનયપ્રધાન ગ્રંથો ભણીને, સંથકારની સાપેક્ષદષ્ટિ સમજ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org