Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
સદ્ભાગ્યવંત જીવ જ પરમાર્થમાર્ગને પામી શકે છે, પરંતુ ઉપર્યુક્ત દોષોની વિદ્યમાનતા જે જીવમાં હોય છે, તે જીવને જન્મ-જરા-મરણને છેદવા જેટલું વીર્ય પ્રગટતું નથી અને તેથી પોતાના હીન પુરુષાર્થના કારણે તે પરમાર્થને પામી શકતો નથી, માટે તેને ભાગ્યહીન દુર્ભાગી કહ્યો છે.
૫૮૦
(૧) મતાર્થી જીવે કષાયોને પાતળા પાડ્યા નથી, અર્થાત્ તેના ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો શાંત થયા નથી. પરિણામમાં કષાયનું ઉગ્રપણું હોવાથી ચિત્ત અશાંત, ચંચળ અને મલિન રહે છે અને તેથી તે આત્માર્થ સાધવા માટે અસમર્થ છે. આત્મકલ્યાણ માટે શાંત, ગંભીર પરિણામની આવશ્યકતા રહે છે. જેનું ચિત્ત નજીવા સારા-માઠા પ્રસંગમાં કાં તો હરખના હિલોળે ચડી જાય, કાં તો શોકની ગર્તામાં ઊતરી જાય, તેવો જીવ અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ આદરી શકતો નથી.
(૨) મતાર્થી જીવને અંતરંગ વૈરાગ્ય ન હોવાથી બહારના વિષયમાં તેની વૃત્તિ ઉછાળા માર્યા કરે છે. ભ્રાંતિના કારણે સુખરૂપ ભાસતા સંસારી પ્રસંગો અને પ્રકારોમાં તેને વહાલપ વર્તે છે. આત્મકલ્યાણ સાધવા માટે વિષયોની લોલુપતાથી અને તેના કુતૂહલથી વિરક્ત પરિણામ હોવાં ઘટે છે, પરંતુ જેને હજી સંસારના ભોગોમાં મીઠાશ વર્તે છે, તે જીવ અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ આદરી શકતો નથી.
(૩) મતાર્થી જીવનાં પરિણામોમાં સરળતા નથી, અર્થાત્ તેનામાં ગુણગ્રહણ કરવારૂપ અને દોષસ્વીકાર કરવારૂપ કોમળપણું હોતું નથી. આત્મકલ્યાણ સાધવા માટે ગુણને ઓળખવારૂપ અને તેને ગ્રહણ કરવારૂપ રુચિપૂર્વકની વૃત્તિ આવશ્યક છે. જેને દોષસ્વીકાર કરવારૂપ સરળપણું વર્તતું નથી, તે જીવ અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ આદરી શકતો નથી.
(૪) મતાર્થી જીવને સાચા-ખોટાની તુલના કરવાની નિષ્પક્ષપાતર્દષ્ટિ હોતી નથી. આત્માર્થ સાધવા માટે જીવે દુરાગ્રહ, મતાગ્રહ આદિ મિથ્યાગ્રહથી મુક્ત એવી અપક્ષપાતષ્ટિ કેળવવી ઘટે છે. પરંતુ મતાર્થી જીવ દૃષ્ટિરાગના કારણે પોતાની આંધળી માન્યતાઓના હઠાગ્રહને દઢતાનું નામ આપે છે. જે જીવે સત્યાસત્યને યથાર્થપણે જાણવાવાળી, પક્ષપાત વિનાની તટસ્થદૃષ્ટિ કેળવી નથી, તે જીવ અંતર્મુખી વીતરાગી પુરુષાર્થ આદરી શકતો નથી.
આમ, અનેક પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરવા છતાં મોક્ષમાર્ગ પામવા યોગ્ય ગુણોનો અભાવ હોવાથી મતા જીવ અપાત્ર અનધિકારી છે; અર્થાત્ જ્યાં સુધી આ ગુણોનો ઉદય તેના અંતરમાં થતો નથી, ત્યાં સુધી તે આત્માર્થ સાધવાને અસમર્થ રહે છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org