Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૩૨
- ગાથા ૩૧માં કહ્યું કે ઉપર કહ્યા તે જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કારણ
1 કે તેને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ હોય છે. આવો જીવ પણ પરમાર્થને પામતો નથી અને અનધિકારી જીવમાં ગણના પામે છે.
શ્રીમદે ગાથા ૨૪ થી ૩૧ સુધીમાં મતાથ જીવોનાં, ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાનની અપેક્ષાએ પૃથક પૃથક લક્ષણ જણાવ્યાં. ક્રિયાજડ મતાર્થી જીવનું સ્વરૂપ દર્શાવતાં તેમણે કહ્યું કે આત્મજ્ઞાનરહિત બાહ્યત્યાગીમાં સદ્ગુરુની માન્યતા, કુળગુરુનું મમત્વ, સદ્ગુરુના યોગમાં વિમુખતા, જિનેશ્વરના બાહ્ય રૂપમાં તેમના સ્વરૂપની કલ્પના, દેવાદિ ગતિના ભાંગાઓમાં શ્રુતજ્ઞાનની માન્યતા, પોતાના માનેલ મત-વેષથી જ મુક્તિ છે તેવો આગ્રહ, વૃત્તિનું સ્વરૂપ જાણ્યા વિના માત્ર બાહ્ય વ્રત-તપનો અહંકાર ઇત્યાદિ કારણે તેવા જીવો આત્મજ્ઞાનના અનધિકારી છે; તથા શુષ્કજ્ઞાની મતાર્થી જીવનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું કે નિશ્ચયનયનું માત્ર વાણીમાં ગ્રહણ, સદ્વ્યવહારનું ઉત્થાપન, સ્વચ્છંદપ્રવર્તન, પોતાનાં માન અને મતને સાચવવાની જ વૃત્તિ અને પ્રવૃત્તિ વગેરે કારણે તેવા જીવો આત્મજ્ઞાનના અધિકારી છે. આમ, બન્ને પ્રકારના મતાર્થી જીવોનાં લક્ષણો બતાવીને તેમને પરમાર્થપ્રાપ્તિ માટે અપાત્ર જણાવ્યા. હવે આ ગાથામાં શ્રીમદ્ મતાર્થી જીવનાં સમુચ્ચય લક્ષણ દર્શાવે છે, અર્થાત્ બન્ને પ્રકારના મતાથી જીવોને લાગુ પડે એવાં સામાન્ય લક્ષણ જણાવે છે -
“નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; | ગાથા
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થ દુર્ભાગ્ય.' (૩૨) CT જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અર્થ)
* અંતરવૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતદષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. (૩૨)
મતાર્થી જીવને લાગુ પડતાં ગુણ-અભાવરૂપ લક્ષણ પ્રકાશતાં શ્રીમદ્ કહે છે
કે જેને કષાયની ઉપશાંતતા નથી, અંતરંગ વૈરાગ્ય ઉત્પન થયો નથી, સરળતા તથા મધ્યસ્થતાના ગુણ જેના અંતરમાં આવિર્ભાવ પામ્યા નથી તે મતાર્થી જીવ દુર્ભાગી છે, કારણ કે તે જન્મ-જરા-મરણછેદક પરમાર્થમાર્ગ પામી શકે તેમ નથી.
| ભાવાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org