________________
૫૮૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અંતરવૈરાગ્ય ઊપજતો નથી. ઇન્દ્રિયવિષયોનાં સાધનોને ઇષ્ટ માની, તેનાથી સુખ મળશે એમ માની તે મિથ્યાત્વને પોષે છે. વસ્તુતઃ બાહ્ય કોઈ પણ વસ્તુથી સુખ ઊપજતું નથી, પરંતુ અજ્ઞાનના કારણે તે પરદ્રવ્યમાં સુખની કલ્પના કરે છે. પોતાના સ્વરૂપમાં જ સુખનો સાગર ભરેલો છે એનું ભાન ન હોવાથી બાહ્ય વિષયમાંથી સુખ પ્રાપ્ત થાય છે એવું સમજી સર્વત્ર દોડ લગાવે છે અને અહીંથી સુખ મળશે, ત્યાંથી સુખ મળશે એમ ફાંફાં મારે છે, પરંતુ તેને સુખને બદલે દુઃખ મળે છે. બાહ્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં સુખની કલ્પના કરવી, ઇચ્છા રાખવી તે જ આકુળતા છે, દુઃખ છે. વૈરાગ્યનો અભાવ હોવાથી તે શાતા-અશાતાના ઉદયમાં સ્થિર રહી શકતો નથી અને હર્ષ-શોકના હિલોળે ઝૂલી અનેક દોષોમાં તણાઈ જાય છે.
વૈરાગ્ય માટે શ્રીમદે ગાથામાં પ્રયોજેલ “અંતર' શબ્દ મહત્ત્વનો છે. અંતરંગ વૈરાગ્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ગમે તેટલા બાહ્ય ત્યાગ-વૈરાગ્ય હોય તોપણ તે કાર્યકારી થઈ શકતો નથી. જો વૈરાગ્ય માત્ર ઉપલક હોય તો ફક્ત શરીર અને વાણીના સ્તરે દુષ્કર્મોના ઘટવારૂપ લાભ જ મળે છે, અંતરમાં તો વિવિધ વિકારોની ઘટમાળ ચાલુ જ રહે છે અને રાગ-દ્વેષની પ્રતિક્રિયા ઉદ્ભવતી જ રહે છે; તેથી વૈરાગ્ય જો માત્ર દેહ અને વાણી સુધી જ સીમિત હોય તો કલ્યાણકારી થઈ શકતો નથી. બાહ્ય ત્યાગ-વૈરાગ્ય કર્તવ્યરૂપ છે, પરંતુ અંતરવૈરાગ્યનું પ્રયોજન ન સધાય તો તે સાર્થક થતો નથી. જો અંતરમનના ઊંડાણમાં ચાલતી વિકારી પ્રક્રિયા અટકે નહીં તો વિકારનું સંવર્ધન ચાલુ રહે છે, માટે વૈરાગ્ય અંતરમનના ઊંડાણ સુધી વ્યાપવો જોઈએ. સમગ્ર માનસ વૈરાગ્યમય બનવું જોઈએ. મતાર્થી જીવમાં અંતરંગ વૈરાગ્યનો અભાવ હોય છે જે તેનું દુર્ભાગ્ય છે.
મતાર્થી જીવને ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, રોગ, આપત્તિ વગેરે દુઃખનાં કારણોથી દુઃખગર્ભિત વૈરાગ્ય ઊપજે છે, પણ આ દુ:ખજન્ય ક્ષણિક વિરક્તિ તે ખરેખર વૈરાગ્ય નથી, પરંતુ આર્તધ્યાન છે. દુઃખમય સંસારનું યથાતથ્ય સ્વરૂપ વિચારીને વિષયોથી વિરક્ત થવું તે જ ખરો વૈરાગ્ય છે. સમજણપૂર્વકની યથાર્થ વિરક્તિ નહીં હોવાથી દુઃખદ પરિસ્થિતિનો અભાવ થતાં જ તે વૈરાગ્ય શમી જાય છે. જેમ તપાવેલા લોઢા ઉપર પડેલું જળબિંદુ તરત જ ઊડી જાય છે, તેમ વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્ય ટકી શકતો નથી. અનુકૂળ સંયોગો પ્રાપ્ત થતાં તે વિલય પામે છે. જેમ દુઃખગર્ભિત વૈરાગ્ય વાસ્તવિક વૈરાગ્ય નથી, પણ દ્વેષનો જ પ્રકાર છે; તેમ મોહગર્ભિત વૈરાગ્ય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૨, શ્લોક ૩૮
'अत्रांगमनसोः खेदो ज्ञानमाप्यायकं न यत् । निजाभीप्सितलाभे च विनिपातोऽपि जायते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org