________________
૫૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઓળખવા અને દૂર કરવા માટેનો તથા ગુણોને જાણવા અને તેને સમૃદ્ધ કરવા માટેનો એક સચોટ અને ઉત્તમ ઉપાય છે. જ્યાં સરળતા હોય ત્યાં સત્ય વાતનો સ્વીકાર સહજતાથી થઈ શકે છે. જીવમાં સરળતા હોય તો જ પોતાના દોષોનું નિરીક્ષણ તટસ્થપણે થઈ શકે છે. સરળતાના અભાવમાં મન મલિન વૃત્તિઓથી યુક્ત હોય છે. જીવની પરિણતિમાં માનાદિ ભાવો વિદ્યમાન હોય ત્યારે દોષોનો સ્વીકાર થવાને બદલે સ્વબચાવની પ્રતિક્રિયા થાય છે. જે જીવ પોતાના દોષોનું અપક્ષપાતપણે અવલોકન કરીને તે દોષોનો નિષેધ કરતો નથી, તે જીવને પોતાના દોષોના બચાવ દ્વારા તે દોષોનું અનુમોદન વર્તતું હોવાથી તે દોષોનો અભાવ થઈ શકતો નથી. પરંતુ જે જીવ અપક્ષપાતપૂર્વક પોતાના દોષો જોઈ શકે છે, તેને પોતાના દોષોના અનુમોદનનો અભાવ હોય છે; પરિણામે તે દોષો નિરાધાર, રસહીન અને શક્તિહીન થઈ નબળા પડે છે, નિર્મુળ થઈ જાય છે અને ગુણ ગ્રહણ થાય છે. આમ, દોષની સાચા સ્વરૂપમાં ઓળખ થવી એ ગુણના આગમનની પૂર્વતૈયારી છે. જે દોષને દોષરૂપે જાણે તે અવશ્ય તે દોષમાંથી મુક્ત થાય છે અને તેનામાં ગુણ ખીલે છે.
જેને એકમાત્ર આત્મશુદ્ધિનું લક્ષ છે તેવા આત્માર્થી જીવના મન-વચન-કાયાના યોગ અવક્ર હોય છે. તેનામાં પોતાના દોષને અપક્ષપાતપણે જોવાની દૃષ્ટિ હોય છે અને પોતાના દોષ ટાળવા તે સદા તત્પર હોય છે. તે સરળપરિણામી હોવાથી પોતાના દોષનો સ્વીકાર સ્વયમેવ કરે છે. તેને આત્મોદ્ધાર કરવાની, સ્વસુધારણા કરવાની ઇચ્છા હોવાથી તેને દોષ ઢાંકવાની વૃત્તિ થતી નથી. તેને દોષ પ્રત્યે સ્વબચાવનો ભાવ ઉત્પન્ન થતો નથી. તે જાણે છે કે પોતાના દોષનો સ્વીકાર એ સ્વમાં પરિવર્તન લાવવાનું પ્રથમ પગથિયું છે. તેથી જ્યારે પણ કોઈ દોષનો પ્રસંગ ઉદ્ભવે ત્યારે તે તરત એ શોધવાનો પ્રયત્ન કરે છે કે હું ક્યાં ચૂક્યો અને પરિસ્થિતિ બગાડવામાં હું કેટલો જવાબદાર છું?' તે આત્મનિરીક્ષણ દ્વારા પોતાના દોષનું બધાં પડખેથી ચિંતન કરે છે. પ્રામાણિકતાપૂર્વક કરેલા આત્મનિરીક્ષણથી તેને પોતાની વર્તમાન દશા જેવી છે તેવી જણાય છે, પોતે ક્યાં અટકી રહ્યો છે તેનું તેને ભાન થાય છે અને તેને એમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ મળી આવે છે. તેને દોષ પ્રત્યે નિષેધભાવ રહેતો હોવાથી દોષની વૃદ્ધિ થતી નથી અને ક્રમશઃ દોષનો અભાવ થતાં તેની દશા ઊર્ધ્વ થતી જાય છે.
જેનામાં મુમુક્ષતા પ્રગટી નથી એવા મતાથી જીવને દોષોથી મુક્ત થવાનું લક્ષ જ નથી હોતું, તો પછી તથારૂપ જાગૃતિ તો ક્યાંથી હોય? તેને રૂડા બનવા કરતાં રૂડા દેખાવાની વૃત્તિ હોય છે. પોતે જેવો નથી તેવો દેખાય અથવા જેવો છે તે કરતાં વધુ સારો દેખાય એવી કુટિલતા અને કપટભાવ તેનામાં હોય છે. તે સદા પોતાનો દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org