________________
૫૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આવા મતાર્થી જીવ, આવા મહાભયાનક ભાવથી મોહિત - વિક્ષિપ્ત થાય છે. પુણ્યબંધના ભયથી તેઓ મુનિપદ પ્રાપ્ત કરનારી કર્મચેતનાનું અવલંબન લેતા નથી કે નથી અંગીકાર કરતા પરમ નિષ્કર્મદશારૂપ જ્ઞાનચેતનાનો, તેથી તેઓ અતિશય ચંચળ બની પ્રગટ અને અપ્રગટ પ્રમાદને આધીન થાય છે. આવા જીવો મહા અશુદ્ધ ઉપયોગથી, કર્મફળચેતનાથી પ્રભાવિત થઈ, વનસ્પતિ સમાન જડ બની કેવળ પાપ જ બાંધે છે. જાણે ચૈતન્યભાવથી રહિત એવી વનસ્પતિ જ જોઈ લો!'
આમ, કેવળ નિશ્ચયનયને ગ્રહણ કરીને નિરંતર સ્વચ્છેદે વર્તનારા મતાથી જીવો પ્રમાદી થઈ જાય છે અને વિષયાદિમાં રક્ત હોવાથી ભવસાગરમાં ડૂબે છે. નિશ્ચયનયનાં કથનોનો પરમાર્થ સમજતા નહીં હોવાથી તેઓ પ્રમાદી - નિરુદ્યમી થાય છે અને વળી અશુભ ભાવમાં રમે છે, પરંતુ પોતાનો ઉપયોગ નિર્મળ કરવા માટે તેઓ સત્સાધનોનો આશ્રય કરતા નથી; અર્થાત્ સત્સંગ, તપશ્ચરણ, ભક્તિ આદિ કાર્યમાં પ્રવર્તતા નથી. તેઓ શૂન્ય જેવા થવાને શુદ્ધ ઉપયોગ ઠરાવી, આળસુ બની પડ્યા રહેવામાં આનંદ માને છે. આમ, તેઓ પોતાની મૂઢતાને નિર્વિકલ્પ દશામાં ખપાવે છે. જેમ સ્વપ્નમાં કોઈ પોતાને રાજા માની સુખી થાય છે, તેમ તેઓ પોતાને એકાંતે સિદ્ધ માની, શુદ્ધ માની, તથારૂપ દશા થયા વિના આનંદિત થાય છે; અથવા કોઈ વસ્તુમાં કે કોઈ વિચારમાં રતિ માની સુખ અનુભવે છે અને તેને અનુભવજનિત આનંદ સમજે છે. વળી, કોઈ વેળા વ્યાપારાદિ કે પુત્રાદિને ખેદનું કારણ જાણી ઉદાસ રહે છે અને તેને વૈરાગ્ય માને છે; પરંતુ ખરેખર તો આ રુંધાયેલો કષાય હોય છે. સાચી ઉદાસીન દશામાં તો નિરાકુળતા હોય છે. વળી, કોઈ વેળા ઇચ્છાનુસાર ભોજનાદિની પ્રાપ્તિ થતાં સુખ અનુભવે છે અને પોતાને કષાયરહિત માને છે; પરંતુ તે પ્રકારે આનંદરૂપ થતાં તો રૌદ્રધ્યાન છે, કારણ કે જ્યાં સુખસામગ્રી કે દુઃખસામગ્રીના સંયોગ-વિયોગથી રાગ-દ્વેષ ઊપજે નહીં ત્યાં નિષ્કષાયભાવ હોય છે. આ રીતે તે પોતાના અવગુણોને ગુણ માની બેસે છે, તેથી તે ક્યારે પણ તજ્જન્ય દોષોથી છૂટી શકતો નથી, બલ્ક ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પંચાસ્તિકાય'ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘સમય
વ્યાખ્યા', ગાથા ૧૭૨
'येऽत्र केवलनिश्चयावलम्बिनः सकलक्रियाकर्मकाण्डाडम्बरविरक्तबद्धयोऽर्धमीलितविलोचनपटाः किमपि स्वबुद्ध्यावलोक्य यथासुखमासते, ते खल्ववधीरितभिन्नसाध्यसाधनभावा अभिन्नसाध्यसाधनभावमलभमाना अन्तराल एव प्रमादकादम्बरीमदभरालसचेतसो मत्ता इव, मूर्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादितसौहित्या इव, समुल्बणबलसअनितजाड्या इव, दारूणमनोभ्रंशविहित मोहा इव, मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतना पुण्यबन्धभयेनानवलम्बमाना अनासादितपरमनैष्कर्म्यरूपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्तप्रमादतन्त्रा अरमागतकर्मफलचेतनाप्रधानवृत्तयो वनस्पतय इव केवलं पापमेव बध्नन्ति ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org