Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૦
પ૬૩ તેના પ્રયત્નો દ્વારા દોષોની વૃદ્ધિ જ થતી રહે છે અને પરિણામે ભવસાગરમાં ડૂબે છે.
આમ, કેવળનિશ્ચયાભાસી, અજ્ઞાની, સાધનહીન મતાર્થી જીવની પ્રવૃત્તિ ભમરૂપ હોય છે. તે શુદ્ધ અનુભવરૂપ જ્ઞાનદશા તો પામ્યો નથી અને સક્રિયારૂપ સદ્વ્યવહારમાં પ્રમાદી બનીને અશુભમાં પ્રવર્તતો હોવાથી હલકી ગતિઓમાં પરિભ્રમણ કરે છે. તેથી, જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે –
નિશ્ચય નવિ પામી શકેજી, પાલે નવિ વ્યવહાર; પુણ્યરહિત જે એહવાજી, તેહને કવણ આધાર. આલંબન વિણ જિમ પડેછે, પામી વિષમી વાટ;
મુગ્ધ પડે ભવકૂપમાંજી, તિમ વિણ કિરિયાઘાટ." જે પુણ્યહીન જીવાત્મા સદ્વ્યવહારનું પાલન કરતા નથી તેઓ નિશ્ચયને પામી શકતા નથી અને તેથી શબ્દમાત્રથી નિશ્ચયનું અવલંબન લેનાર, ઉભયભ્રષ્ટ થવાથી સંસારમાં ભટક્યા કરે છે. જેમ ખાડા-ખાબોચિયા અને ટેકરાવાળા વિષમ રસ્તા ઉપર ચાલતા માણસને જો કાંઈ પણ આલંબન – આધાર ન હોય તો તે અવશ્ય કોઈ ખાડાખાબોચિયામાં પડી જાય છે, તેમ ક્રિયારૂપી આધાર લીધો ન હોવાથી અજ્ઞાની જીવો ભવકૂપમાં પડે છે.
જે જ્ઞાનદશા પામ્યો નથી અને સાધનદશા પણ જેને પ્રાપ્ત થઈ નથી એવો નિશ્ચયાભાસી, શુષ્કજ્ઞાની મતાર્થી જીવ પોતે તો ભવસમુદ્રમાં ડૂબે છે અને તેનો સંગ કરનારો પણ ડૂબે છે. શુષ્કજ્ઞાની પોતાને જ્ઞાની માનતો અને મનાવતો હોવાથી તેના સંગમાં આવનાર જીવ તેને જ્ઞાની માનવા લાગે છે. તે જીવ શુષ્કજ્ઞાનીના મનની ચેષ્ટા પારખી શકતો નથી અને તેથી તેને જ્ઞાની તરીકેનું માન આપે છે. શુષ્કજ્ઞાની તેને શાસ્ત્રવાક્યોનાં વિપરીત અર્થઘટન, કુતર્કો આદિ વડે સત્સાધનોમાં હેયબુદ્ધિ કરાવે છે. સત્સાધનોની કોઈ જરૂર નથી એવું તેના મગજમાં ઠસાવી દે છે અને તેથી તે પણ સત્સાધનનું ખંડન કરવા લાગે છે. સત્સાધનનું ખંડન કરી તે અનંતાનુબંધી કર્મોપાર્જન કરે છે. તેથી તેની યોગ્યતા રોકાઈ જાય છે, જે માર્ગપ્રાપ્તિમાં તેને બાધક બને છે. આમ, ઉભયભ્રષ્ટ થયેલો શુષ્કજ્ઞાની જીવ ક્રિયાજડ કરતાં પણ વધારે ભયંકર છે, કારણ કે ક્રિયાજડને તો નિશ્ચય કથનોની સમજ હોતી નથી, પરંતુ શુષ્કજ્ઞાની તો નિશ્ચય કથનોનો અવળો ઉપયોગ કરી, સત્સાધનોનું ખંડન કરી પોતે ડૂબે છે અને તેના સંગમાં આવનારને પણ સત્સાધનમાર્ગેથી યુત કરાવી, ભવસાગરમાં ડુબાડે છે.
આમ, આ ગાથા ઉપરથી ફલિત થાય છે કે સંસારસાગર તરવો હોય તેણે કાં ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૫૮,૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org