Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૩૧
૫૭૧
જેની પરિણતિ વિભાવમાં રાચે છે, તેને વંદન-પૂજન આદિ દ્રવ્યક્રિયાઓ, યમનિયમાદિ સાધનો, વિધિ-વિધાનો તથા આગમો (શાસ્ત્રો)નું વાંચન આદિ નિષ્ફળ થયાં છે, અવંચક થયાં નથી. આ સાધનો વડે પરિણતિ સ્વભાવમાં વળે તો જ સર્વ પુરુષાર્થ સફળ થાય છે.
પ્રસ્તુત ગાથામાં શુષ્કજ્ઞાની મતાર્થી જીવની બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ પાછળ રહેલી અંતરંગ વૃત્તિ બતાવી છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનીઓએ શાસ્ત્રાભ્યાસનો બોધ કર્યો છે. શાસ્ત્રના અવલંબને આત્મસ્વરૂપની યથાર્થ વિચારણા થાય છે, તત્ત્વનો નિઃશંક નિર્ણય થાય છે અને સ્વભાવનો અત્યંત મહિમા આવે છે. આત્મવિકાસના પંથે આગળ વધતાં શુદ્ધ આત્મસ્વરૂપની નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. સાક્ષાત્ મોક્ષમાર્ગ ઉપર પદાર્પણ થતાં જ્ઞાનીદશા પ્રગટે છે. આમ, શાસ્ત્રાભ્યાસ નિજજ્ઞાનની પ્રાપ્તિમાં ઉપયોગી નીવડે છે. પરંતુ મતાથી જીવ શાસ્ત્રાભ્યાસ દ્વારા પોતાનું આત્મકલ્યાણ કરવાનો મૂળ હેતુ ચૂકી જાય છે. તે શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહે છે અને શીખવું, શીખવવું, યાદ કરવું, ભણવું, વાંચવું ઇત્યાદિ ક્રિયાઓમાં ઉપયોગને રમાડે છે; પરંતુ તે સર્વના પરમાર્થપ્રયોજન ઉપર તેની દૃષ્ટિ જતી નથી. “આ ઉપદેશમાં મને આત્માર્થે શું લાભકારી છે' તે તરફ તેનું લક્ષ જતું નથી, પણ શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાની ઇચ્છા રાખે છે અને જો બીજા જીવો તેની પ્રશંસા કરે તો કૃતકૃત્યતા અનુભવે છે.
કેટલાક જીવો તો વ્યાકરણ, ન્યાય, કાવ્યાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કરતા નથી. આવા શાસ્ત્રાભ્યાસના મૂળમાં પરમાર્થપ્રયોજનનો અભાવ અને લૌકિક ભાવનો સદ્ભાવ હોય છે. તે યુક્તિપૂર્વક શબ્દનો અર્થ કરવા માટે વ્યાકરણ અવગાહે છે, વાદવિવાદ વડે મહંત થવા માટે ન્યાય અવગાહે છે તથા ચતુરાઈ બતાવવા માટે કાવ્ય અવગાહે છે. તેના અભિપ્રાયમાં વિપરીતતા હોવાથી તેની આ સર્વ કળાઓ તેને કુમાર્ગે લઈ જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે અહો! કદાહને વિષે રહેલા પુરુષમાં ગુણોની કેવી વિપરીત સૃષ્ટિ છે? કે જેથી તેની ચતુરાઈ દંભને માટે થાય છે, શાસ્ત્ર પાપને માટે થાય છે, બુદ્ધિની કુશળતા પ્રતારણને માટે થાય છે અને ધીરપણું ગર્વને માટે થાય છે.'
વળી, કેટલાક જીવોનો અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ પણ પરલક્ષી હોવાથી તે તેમના માટે મોક્ષસાધક નીવડતો નથી. વીતરાગધ્રુતનો અભ્યાસ કરતી વખતે પોતાનાં પરિણામોનું અવલોકન થવું જોઈએ, કારણ કે અવલોકન વિના પરિણામમાં ઉત્પન્ન થતા ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૬૫
'दंभाय चातुर्यमघाय शास्त्र प्रतारणाय प्रतिभापटुत्वम् । गर्वाय धीरत्वमहो गुणानामसद्हस्थे विपरीतसृष्टिः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org