________________
૫૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવનના કારણે તેની સ્મૃતિમાં રહેતી ન હોવાથી તે એવો પ્રયત્ન કરે છે કે તે તે વાતો ફુરસદના સમયમાં તેના ઉપયોગમાં આવ્યા કરે. તે ફુરસદના સમયમાં સાંસારિક વિચારો કરવાને બદલે પારમાર્થિક વિચારો કરે છે. શરૂઆતમાં ફુરસદનો સઘળો સમય સદુપયોગમાં લેવા તે સમર્થ થતો નથી, છતાં પ્રયત્ન કરતા રહેવાથી સફળતા અવશ્ય મળે છે. એવા સફળ અવસરોમાં પ્રાપ્ત થતી શાંતિ તેના ઉત્સાહને પુષ્ટ કરે છે. તે અધિક ને અધિક પુરુષાર્થી થઈને શેષ અન્ય અવસરોમાં પણ પારમાર્થિક વિચારોમાં પોતાના ઉપયોગને લગાવવાનો પુનઃ પુનઃ પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે ફુરસદના સર્વ અવસરોને ઉપયોગી બનાવવામાં તેને સફળતા પ્રાપ્ત થાય છે.
ઉત્પન્ન થયેલી શાંતિથી પ્રેરિત થઈને તેનો પુરુષાર્થ એ દિશામાં યોગ્ય રીતે આગળ ધપે છે અને ધીરે ધીરે એ અવસરોમાં તેના પુરુષાર્થની વૃદ્ધિ થતી રહે છે. હવે આવશ્યક કાર્ય કરતી વખતે પણ તેનો ઉપયોગ સુસંસ્કારોથી નજરાયા કરે છે. જેમ જેમ તેનો વિકાસ થતો જાય છે, તેમ તેમ ફુરસદના અવસરો ઉપરાંત અન્ય સમયમાં પણ પુરુષાર્થની સતત વૃદ્ધિ થતી રહે છે. અંતમાં એક સમય એવો આવે છે કે રાતદિવસ વિચારધારાનો પ્રવાહ અંતરમાં વહેતો રહે છે. હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં, ખાતાં-પીતાં, જાતાં-ધોતાં, ઊંઘતાં-જાગતાં દરેક સમયે ઉપયોગ અંતરમાં ડૂબકી મારી અંતરની મધુરતાને માણે છે. બાહ્યમાં સાંસારિક પ્રવૃત્તિ થતી રહે છે અને અંતરમાં આનંદની સહજ ઉપલબ્ધિ થયા કરે છે. જીવન નિર્બોજ થતું જાય છે, નિર્દોષ થતું જાય છે. ગમે તે વાતાવરણમાં ઉપયોગમાં પહેલાંની જેમ ક્ષતિ થવા પામતી નથી.
દેઢ અભ્યાસ પાડ્યા પછી એ દિશામાં હવે બુદ્ધિપૂર્વકનો કોઈ વિશેષ પુરુષાર્થ કરવો પડતો નથી. થોડો પ્રયત્ન કરવાથી તે કાર્ય સ્વયં થયા કરે છે. બુદ્ધિપૂર્વક ઘણો પરિશ્રમ કરીને બાળક એક વાર ચાલવાનું શીખી લેતાં તે આપોઆપ દોડવા માંડે છે, તે માટે તેને બુદ્ધિપૂર્વકનો કોઈ વિશેષ પરિશ્રમ કરવો પડતો નથી, નિરંતર અભ્યાસના કારણે સૂચનમાત્રથી તે કાર્ય સહજતાથી થયા કરે છે. એ જ પ્રમાણે સત્સાધનના નિરંતર અભ્યાસના બળથી અન્ય કાર્ય વખતે પણ સ્વરૂપજાગૃતિ સહજતાથી રહે છે. અભ્યાસના સાતત્ય અને સહજતાથી અનાદિના અવિદ્યાના સંસ્કાર નાશ પામે છે અને અપૂર્વ એવી જ્ઞાનદશા પ્રગટે છે. જ્ઞાનદશા પ્રગટી હોવાથી જ્ઞાની કેવળ જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં સ્થિર રહે છે, કર્તા-ભોક્તા થઈને કર્મધારામાં ખેંચાઈ જતા નથી. તેમની પ્રજ્ઞા જાગૃત હોવાથી પર સાથે તેમના ઉપયોગની સંધિ થતી નથી. તેમનો જ્ઞાનોપયોગ પરપદાર્થોને જાણતો હોવા છતાં તેમાં તન્મય થતો નથી. તેઓ મોહ-ક્ષોભવિહીન નિતરંગ સમતામાં વિશ્રામ કરે છે.
જ્ઞાનીને આવી સહજ દશા પ્રગટી હોવાથી તેમને સ્થૂળ અવલંબનોની આવશ્યકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org