Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૫૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરસ્પર વિરુદ્ધ અભિપ્રાય કદી પણ એકસાથે રહી શકે નહીં. શુષ્કજ્ઞાનીને આત્મામાં સુખ છે એવો નિઃશંક નિર્ણય થયો ન હોવાથી તેને બાહ્ય વસ્તુઓનું માહાત્મ છૂટતું નથી. “આત્મામાં પરમ સુખ છે. સુખ માટે અન્યત્ર જવાની જરૂર નથી. જડ પુદ્ગલમાં સુખ ગુણ નથી, તેથી પુદ્ગલની કોઈ પણ પ્રકારની અવસ્થામાં હંમેશાં સુખરહિતપણું, સુખનું અભાવપણું જ છે.' એવાં કથનો બોલવા છતાં તે પુદ્ગલમાંથી, પુદ્ગલની અવસ્થામાંથી જ સુખ શોધે છે. આ જ વાત દર્શાવે છે કે તેને ન તો આત્માનું સાચું સ્વરૂપ સમજાયું છે કે ન જડનું. સવળો અભિપ્રાય ઉત્પન્ન થયો ન હોવાથી તેને અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી જ સુખ મેળવવાની ઇચ્છા રહે છે. તેને પરપદાર્થોમાં સુખબુદ્ધિ રહેતી હોવાથી તેમાં જ આધારબુદ્ધિ રહે છે અને તેથી તે મેળવવાની કે ટકાવવાની તૃષ્ણા કરી કરીને તે દુઃખી થતો રહે છે.
આમ, સ્વરૂપ સંબંધી નિઃશંકતાના અભાવે શુષ્કજ્ઞાની પરંપદાર્થોમાં સુખ-શાંતિસલામતી માની પ્રવર્તે છે. સુખ, શાંતિ અને સલામતી માટે પરમાં ફેરફાર કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ તે નિરંતર કરતો રહે છે. જગતના પદાર્થો તો તેના પર્યાયધર્મ પ્રમાણે બદલાયા જ કરે છે, પરંતુ ધ્રુવ જ્ઞાનસ્વભાવના અનુભવના અભાવે શુષ્કજ્ઞાની ક્ષણિક સંયોગ-વિયોગમાં એકત્વબુદ્ધિ કરી રાગ-દ્વેષ, હર્ષ-શોક કરે છે. સંયોગોથી સલામતી માનતો હોવાથી ઇષ્ટ વિયોગ તથા અનિષ્ટ સંયોગ સંબંધીના ભયથી નિરંતર સિત રહે છે. મિથ્યા માન્યતાના કારણે ભયની પરંપરા ચાલ્યા કરે છે. ભયનાં આ દુઃખદાયક અને વ્યાકુળતાજનક પરિણામ તેને ચંચળ બનાવે છે, અસ્થિર રાખે છે. તે પોતાના ભવિષ્યની સુરક્ષા માટે ચિંતા કરતો રહે છે. તે માટે તે જાતજાતનાં શરણ શોધે છે, પરંતુ સ્વરૂપનો આશ્રય લેતો નહીં હોવાથી તે ભવિષ્ય પ્રત્યે નિઃશંક, નિશ્ચિંત અને નિર્ભય બની શકતો નથી. સમસ્યા વખતે બાહ્ય તત્ત્વ ઉપર લક્ષ્ય જતાં તે સામર્થ્યહીન, પરાવલંબી, કાયર અને નિર્માલ્ય બને છે. તે સદુપદેશનું શ્રવણ કરે છે, સતુશાસ્ત્રોનું અધ્યયન કરે છે, પરંતુ પ્રતિકૂળ સંયોગમાં કે વિષમ કર્મોદય વખતે પ્રાપ્ત થયેલ સમજને જાગૃત નથી કરતો. યથાર્થ ભેદજ્ઞાનના અભાવે તે કર્મના ઉદયમાં તણાઈ જાય છે અને પરિણામે મોહાવેશમાં પ્રવર્તે છે. અનેક શાસ્ત્રોનો અભ્યાસ અને બૌદ્ધિક સમજ હોવા છતાં જ્ઞાનીઓએ જીવની આવી દશાને અજ્ઞાનદશા જ કહી છે. જ્ઞાનદશા અને અજ્ઞાનદશાનો ભેદ બતાવતાં શ્રીમદ્ લખે છે –
અજ્ઞાનદશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાનદશા જીવે ભ્રમાદિ કારણથી માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવાં બીજાં કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઇચ્છા કરે છે, અને તેમ વર્તવાનું કરે છે. સાચી જ્ઞાનદશા હોય તો તેને દેહને દુઃખપ્રાપ્તિનાં કારણો વિષે વિષમતા થતી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org