Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૫૭
તેઓ ભયને વીંધી નાખે છે. તેમને સદૈવ અલૌકિક ચિત્તપ્રસન્નતા જ વર્તે છે. અજ્ઞાનીનું જીવન સંયોગ આધારિત હોવાથી તેને સંયોગોની ચિંતા સતત રહ્યા કરે છે, જ્યારે જ્ઞાનીનું જીવન સ્વરૂપ આધારિત હોવાથી તેમને ભવિષ્યની ચિંતા થતી નથી. તેઓ નિશ્ચિંત બની સદા નિજાનંદમાં મગ્ન રહે છે.
સ્વરૂપની ભાવના સતત રહેતી હોવાથી જ્ઞાનીને સંયોગો પ્રત્યે ઇષ્ટ-અનિષ્ટની કલ્પના થતી નથી. તેમને અંતરમાં નિઃશંક પ્રતીતિ વર્તે છે કે ‘અનુકૂળ-પ્રતિકૂળ સંયોગો મારા સ્વભાવને સ્પર્શી શકતા નથી. પરથી મને લાભ-નુકસાન થાય એવું મારું સ્વરૂપ છે જ નહીં.' તેમને અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ સંયોગ એક જ જાતિના જણાય છે. તેઓ પોતાના જ્ઞાયકસ્વભાવનો પક્ષ ગ્રહણ કરતા હોવાથી અન્ય સર્વ ‘પર’ પ્રતિપક્ષમાં જાય છે, તેથી તેમને પુણ્ય-પાપ શુભાશુભનાં સારાં-નરસાં ફળમાં ભેદભાવ રહેતો નથી. પાણી ૧૫ ફૂટ ઊંડું હોય કે ૧૦૦૦ ફૂટ ઊંડું, તરનારને તેથી કોઈ ફરક પડતો નથી; તેમ જ્ઞાનીને બાહ્ય અનુકૂળતા કે પ્રતિકૂળતાથી કોઈ ફરક પડતો નથી. વિશ્વના પદાર્થોના સ્વતંત્રપરિણમનપ્રવાહથી પ્રભાવિત થયા વિના પ્રત્યેક ક્ષણે ભેદજ્ઞાનની જાગૃતિ રાખવી એ જ તેમનું લક્ષ્ય હોય છે. આમ, તેઓ પરથી સર્વથા ભિન્ન, જ્ઞાનમય, સ્વરૂપરૂપ, નિજાનુભવમય, અવિચ્છિન્નરૂપે રહે છે અને એ જ જ્ઞાનીની મુખ્ય અંતર-પરિણતિ છે, જ્ઞાનદશા છે. તેમના અંતરમાં ઊગેલા સમ્યક્ત્વસૂર્યનો પ્રતાપ આઠે કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. તેઓ અલ્પ કાળમાં જ સર્વ કર્મનો ક્ષય કરીને પરમ સિદ્ધ-પદને પામે છે એ તેમની જ્ઞાનદશાનો પ્રતાપ છે. આવી જ્ઞાનીની અપૂર્વ દશા છે.
ગાથા-૩૦
જેને વિપુલ શાસ્ત્રજ્ઞાન હોય, પરંતુ શુદ્ધાત્માનુભૂતિમય જ્ઞાનદશા પ્રગટી નથી અને તેનો લક્ષ પણ નથી, તે જીવ શબ્દજ્ઞાની (શુષ્કજ્ઞાની) મતાર્થી છે. તેણે શાસ્ત્રજ્ઞાન માત્ર શબ્દમાં ફક્ત જાણવા પૂરતું મેળવી, કેવળ પાંડિત્ય પ્રાપ્ત કર્યું હોવાથી તેના આચાર-વિચારમાં ઇન્દ્રિયવિષયના ઉપભોગનું મહત્ત્વ વિશેષ રહે છે. જ્ઞાની ભોગ ભોગવતા દેખાય. પણ તેમાં તેમને રુચિ નથી હોતી, જ્યારે શુષ્કજ્ઞાનીને ભોગસામગ્રીમાં સુખબુદ્ધિ હોય છે. જ્ઞાની અને શુષ્કજ્ઞાની બન્ને ભોગ ભોગવતા હોવા છતાં તેમના અભિપ્રાયમાં પૂર્વ-પશ્ચિમના જેટલો ફરક હોય છે. પોતાના શુદ્ધ સ્વભાવની અનુભવ સહિતની શ્રદ્ધા હોવાથી જ્ઞાનીને ભોગપ્રવૃત્તિમાં સુખ ન લાગતાં, તે વખતે મારી શાંતિ લૂંટાઈ રહી છે, મારું વીર્ય આમાં ખર્ચાઈ જાય છે' તેવી જાગૃતિ વર્તે છે; જ્યારે શુષ્કજ્ઞાનીને આત્મસ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો ન હોવાથી તેના અભિપ્રાયમાં જગતના પદાર્થો અને પ્રસંગોમાં જ સુખબુદ્ધિ હોય છે.
-
Jain Education International
આત્મામાં સુખ લાગે તો પરમાંથી સુખબુદ્ધિ અવશ્ય નીકળે. આત્મામાં પણ સુખબુદ્ધિ હોય અને પરપદાર્થ-પ્રસંગમાં પણ હોય એમ ક્યારે પણ બની શકે નહીં. બે
For Private & Personal Use Only
www.jainelibrary.org