Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પપ૬,
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
તેમની નિદ્રા છે, સ્વરૂપમાં જ તેઓ મહાલે છે, સ્વરૂપમાં જ તેઓ વિચારે છે. અંતરના પૂર્ણાનંદ પ્રભુમાં જ હવે તેઓ સ્થિર છે, ત્યાં જ તેઓ વિશ્રામ કરે છે, ત્યાં જ તેઓ કેલિ કરે છે. શ્રીમદ્ લખે છે –
“ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર [!] છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે.”
જ્ઞાની ભલે રાજ્ય કરતાં, ભોગ ભોગવતાં, વેપાર કરતાં કે યુદ્ધ લડતાં દેખાય, પણ અંતરમાં તેમનો પુરુષાર્થ આનંદનિધાન ધ્રુવ દ્રવ્યસ્વભાવ તરફ ઢળેલો હોય છે. તેને હઠપૂર્વક પરાણે સ્વભાવ તરફ વાળવો પડતો નથી. પોતાના ધ્રુવ સ્વભાવનો મહિમા ભાસવાથી તેમનું જ્ઞાન સહજપણે અંતરમાં વળે છે. તેમનું પરિણમન સહજ પુરુષાર્થમય બની ગયું હોય છે. સ્વભાવના આશ્રયે થયેલું જ્ઞાન કાર્ય કર્યા વિના એમ ને એમ પડ્યું રહેતું નથી, પણ જ્ઞાતૃધારાના સહજપુરુષાર્થરૂપે કાયમ કામ કરી રહ્યું હોય છે. રાગાદિ વિભાવોથી ભિન્ન પડીને અંતરમાં નિરંતર ભેદજ્ઞાન પ્રવર્તી રહ્યું હોવાથી જ્ઞાનીને જ્ઞાતૃધારાનું પ્રગટ વેદન હોય છે. જ્ઞાતા-દ્રષ્ટાપણાની સહજ ધારા સ્વભાવસમ્મુખતાના પુરુષાર્થથી ટકી રહે છે.
જ્ઞાનીને જ્ઞાયકભાવમય સુખસ્વરૂપનું સંવેદન નિરંતર વર્તે છે, તેથી કર્મજનિત શુભ પ્રકૃતિના ઉદયરૂપ સુખની તેમને ઇચ્છા થતી નથી. તેમને પૌગલિક પદાર્થો સુખથી રહિત ભાસતા હોવાથી હવે તે સુખરહિત પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાની તેમને ઇચ્છા રહેતી નથી. જ્ઞાનીને સદા જ્ઞાયકભાવમય પરિણતિ જ વર્તે છે. દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મરહિત નિજસ્વરૂપની નિઃશંક પ્રતીતિ હોવાના કારણે તેઓ જ્ઞાનાનંદરસનું નિરંતર પાન કર્યા કરે છે અને અંતરમાં ચૈતન્યના અમૃતરસને પીતાં પીતાં મોક્ષમાર્ગને અવિરત સાધતા રહે છે.
પોતાના શાશ્વત અવ્યાબાધ સ્વરૂપની પ્રતીતિ વર્તતી હોવાથી જ્ઞાનીને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. ગમે તેવા ઉપસર્ગ-પરિષદમાં પણ તેમને ફરિયાદ કે ફેરફાર કરવાની વૃત્તિ ઉત્પન્ન થતી નથી. ત્રણ લોક ખળભળી ઊઠે તોપણ તેઓ કદી ભયભીત થઈને સ્વરૂપ વિષે શંકિત થતા નથી, સમકિતથી ડગતા નથી. ભેદજ્ઞાનરૂપી ભાલા વડે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨૩ (પત્રાંક-૧૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org